તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પોલીસ ફરિયાદનું સમાધાન ન કરતાં મહિલાને ધમકી

બોટાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદના મહંમદનગરની મહિલાએ દોઠ વર્ષ પહેલા છૂટાછેડા લીધા હતા અને ફરિયાદ કરી હતી

બોટાદમાં મહમદનગરમા રહેતા રૂબિનાબેને દોઢ વર્ષ પહેલા તેમના પતિ સિકંદર અબુભાઇ સેલત સાથે છુટાછેડા કર્યા હતા અને પોલીસ કેસ કર્યો હતો. જે ફરિયાદ અંગે સિકંદર અબુભાઇ સેલતે રૂબિનાબેન સાથે માથાકુટ કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બોટાદ પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદના મહમદનગરમા રહેતા અનસભાઇ સિકંદરભાઇ સેલતના મમ્મી રૂબિનાબેને દોઢ વર્ષ પહેલા પતિ સિકંદર અબુભાઇ સેલત સાથે છુટાછેડા લીધા હતા અને સિકંદર વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરી હતી. આ ફરીયાદ બાબતે તા. 13/7/21 ના રોજ સવારના 10.00 કલાકે રૂબીનાબેન શાકમાર્કેટમા ખરીદી કરવા માટે ગયા હતા ત્યારે પાંજરાપોળ પાસે પહોચતા સિકંદર અબુભાઇ સેલતે ત્યા આવીને રૂબીનાબેન ફરીયાદ બાબતે સમાધન કરી નાખ હુ તમને પચાર હજાર રૂપિયા આપુ છુ તેમ કહ્યુ હતુ ત્યારે રૂબીનાબેન સમાધાન કરવાની ના પાડતા સિકંદરે રૂબીનાબેનને અપશબ્દો બોલી જાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે અનસભાઇ સિકંદરભાઇ સેલતે બોટાદ પોલીસ સ્ટેશનમા સિકંદર અબુભાઇ સેલત રહે. બોટાદ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાને માર મારવામાં આવતા ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...