તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:બોટાદ એસટી ડેપોની પાણીની પરબ ઘણા સમયથી બંધ હાલતમાં

બોટાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એસટી ડેપોમાં માત્ર બેજ પંખા ચાલું હાલતમાં, સુવિધાના નામે મીંડંુ

બોટાદ એસટીડેપોમાં સુવિધાના નામે જોવા મળ્યું મીડું એસટીડેપોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીનું પરબ બંધ હાલતમાં હોવાથી મુશાફરોને ના છુટકે વેચાતુ પાણી લેવુ પડે છે. એસટીડેપોમાં 10 પ્લેટફોર્મના બસ સ્ટેન્ડ માં માત્ર 2 પંખા જ ચાલુ છે.

બોટાદ શહેર જીલ્લા નું વડું ગણાય છે અને જીલ્લા ભરમાંથી લોકો અહિયાં આવતા હોઈ છે તેમાય ખાસ કરીને જીલ્લાનું એસટીબસ સ્ટેન્ડ બોટાદના પાળીયાદ રોડ ઉપર આવ્યુ છે. આ ડેપોમાં રોજની 150 જેટલી બસોની અવરજવર રહે છે અને અંદાજે 15000 જેટલા મુસાફરો આ ડેપોમાથી મુસાફરી કરે છે. જેના લીધે બસ સ્ટેન્ડ મુસાફરોથી ભરચક રહે છે. પરંતુ બસસ્ટેન્ડમાં આવતા મુસાફરોને અહિયાં સુવિધા ન મળતા હાલાકી ભોગવી પડે છે. એસ.ટી.ડેપો માં પ્રાથમિક સુવિધાના અભાવે મુસાફરો હેરાન પરેશાન થઇ રહ્યા છે. આ ડેપોમા આવેલુ પાણીનું પરબ છેલ્લા 2 મહિનાથી રીપેરીંગના કારણે બંધ હાલતમાં છે.

પાણીનું પરબ બંધ હોવાના કારણે મુસાફરોને વેચાતું પાણી લેવું પડે છે. તો બીજી 10 પ્લેટફોર્મના બસ સ્ટેન્ડમાં માત્ર 2 પંખા જ ચાલુ હાલતમાં છે અને મુસાફરોના ટાઈમ ટેબલ માટે એલઇડી ટીવી મુકવામાં આવ્યા છે પરંતુ તે પણ બંધ હાલતમાં જોવામાં મળી રહ્યા છે. પૂછપરછ બારી પર એક જ વ્યક્તિ હોવાના લીધે ફોન રિસીવ સમયસર ન થતા બસના ટાઈમ ટેબલ માટે રૂબરૂ ધકા ખાવા પડે છે.

ત્યારે તંત્ર દ્વારા મુસાફરોને સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવુ મુસાફરોની માંગ છે. ડેપો મેનેજર મુયર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બસ સ્ટેન્ડની અંદર પાણીની પરબ છે તેમાં ડેનેજ લાઈન અંગે નાયબ કાર્યપાલ ઈજનેર બાંધકામ સુપર વાઈઝ્ન કરી ગયા છે અને તેનું એસ્ટીમેટ બની ગયુ છે જેની વહીવટી કાર્યવાહી ચાલુ છે. આ કાર્યવાહી પૂર્ણ થયે પરબ શરૂ કરી દેવામા આવશે. પંખા રીપેરમાં આપ્યા છે રીપેર થઇને આવે તરતજ ફીટ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો