તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃતતા:વોલ પેન્ટિંગ દ્વારા સ્વચ્છતા તેમજ કોરોનાનાં ચિત્રો દોરી સંદેશ અપાયો

બોટાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ શહેરના સ્વામી નગરસેવાસદન ખાતે સ્કૂલ, કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા

શહેરી વિસ્તારો સ્વચ્છ અને સુંદર બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં તા.2 ઓકટોબર 2014 થી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દર વર્ષે શહેરોમાં સ્વચ્છતાનું ધોરણ નકકી કરવા સ્વચ્છ સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે. તે મુજબ બોટાદ શહેરમાં સ્વચ્છ સર્વેક્ષણ- 2021 હાથ ધરવામાં આવ્યું છે.

સ્વચ્છ સર્વેક્ષણ-2021 અન્વયે “પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન” વિષય પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ સફાઈ ઝુંબેશમાં નાગરિકો સહભાગી થાય, લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ આવે અને સ્વચ્છતાની ટેવો કેળવવા માટે બોટાદ શહેરના સ્વામી નગરસેવા સદન ખાતે સ્કુલ/કોલેજની વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ દ્વારા વોલ પેન્ટિંગ દ્વારા સ્વચ્છતા તેમજ કોરોના મહામારીના ચિત્રો દોરી બોટાદ નાગરિકોને સંદેશો આપવામાં આવ્યા છે.સ્વચ્છ સર્વેક્ષણ-2021ના કાર્યક્રમ દરમ્યાન વોલ પેઇન્ટિંગ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બોટાદ નગરપાલિકાના પ્રમુખ જેશીંગભાઈ જી.લકુમ, ઉપપ્રમુખ દશરથભાઈ સોલંકી, બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, સેનિટેશન ચેરમેન ભરતભાઈ ચૌહાણ, બોટાદ નગરપાલિકા સભ્યો કાનજીભાઈ ચાવડા, રસીલાબેન અલગોતર, હલીમાબેન ખટુબરા હાજર રહ્યા હતા. આ ચિત્રસ્પર્ધા કાર્યક્મની તમામ કામગીરી સેનેટરી ઇન્સ્પેક્ટર ડી.બી.માઢક તથા શોપ ઇન્સ્પેક્ટર રાજુભાઈ ડેરૈયા તથા સેનિટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ. બોટાદ શહેરને સ્વચ્છ, સુંદર તેમજ રળયામણું બનાવવા માટે સ્વચ્છતા બાબતે નાગરિકો ઉત્સાહ દાખવે અને બોટાદ નગરપાલિકાને પુરતો સહકાર આપે તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...