સંગ્રામ પંચાયત:બાવળીયારી ગામે જમીન સંપાદનની કામગીરીને લઈને ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2500થી વધુ મતદારો છતાં એક પણ ઉમેદવારે સરપંચ કે સભ્યમાં ઉમેદવારી નોંધાવી નથી
  • હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં જમીન સંપાદનની કામગીરી કરતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો

ધોલેરા તાલુકાના બાવળીયારી ગામે જમીન સંપાદનની કામગીરી ધોલેરા સર સ્પેશીયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝયોનલ દ્વારા કરવામાં આવી છે. જેમાં બાવળીયારી ગામના ખેડૂતોની 700 વિધા જેટલી જમીન જાય છે કોર્ટનો મનાઈ હુકમ હોવા છતાં જમીન સંપાદનથી કામગીરી શરૂ કરતા બાવળીયારી ગામના લોકોએ સરપંચની ચુંટણીનો બહિષ્કાર કરી વિરોધ દર્શાવ્યો છે.

ધોલેરા તાલુકાના બાવળીયારી ગામે ધોલેરા સર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝયોનલ દ્વારા જમીન સંપાદનની કામગીરી શરૂ કરતા બાવળીયારીથી આંબળી ગામ સુધી 37 કી.મી.નો 250 મીટરનો નવો રોડ ટ્રેક બનાવવા માટે હાલમાં જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. આ નવા રોડ ટ્રેકમાં બાવળીયારી ગામનાં ખેડૂતોની 700 વિઘાથી પણ વધારે જમીન સંપાદનમાં જતા આ વિસ્તારનાં ખેડૂતો દ્વારા હાઈકોર્ટનો સ્ટે લેવામાં આવ્યો હતો.

તેમ છતાં ધોલેરા સર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝયોનલ દ્વારા જમીન સંપાદનની કામગીરી હાથ ધરતા 2500 વધુ ધરાવાતા બાવળીયા ગામના ગ્રામજનોએ સરપંચની ચુંટણીમાં સરપંચમાં કે ઉમેદવારમાં એક પણ ઉમેદવારે ઉમેદવારી ન નોંધાવી ચુંટણીનો બહિષ્કાર કરી વિરોધ દર્શાવ્યો છે.

આ ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે સંપાદન અંગે હાઈકોર્ટમાં પીઆઈએલ નં.227/2014 હાઈકોર્ટનો સ્ટે છે. તેમ છતાં સર દ્વારા જમીન સંપાદન કરવામાં આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધ સર એક્ટ 2009માં આવ્યો ત્યારથી છે તેમ છતાં કંપની દ્વારા જમીન સંપાદનમા કલમ 48 નો ભંગ થતો હોવાથી અમો ખેડૂતોનો દાવો છે આમ હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં ખેડૂતોની જમીન સર દ્વારા સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગ્રામનાં રહીશો ઉપર ખોટા પોલીસ કેસ કરી અને પોલીસ દ્વારા ગ્રામ જનોને ધાક ધમકી અને માનસિક ત્રાસ આપી ભયનો માહોલ ઉભો કરવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટનાં મનાઈ હુકમ છતા સરપંચ અને ગ્રામસભાની રજૂઆત કોઈ સાભંળતું નાં હોય તો આવી ચુંટણી નું કોઈ મહત્વ નથી માટે અમે ગ્રામજનો ચુંટણીનો બહિષ્કાર કરીએ છીએ.

આમારૂ કોઈ સંભાળતું ન હોવાથી લોકસાહી પર્વનો વિરોધ
બાવળીયારીથી આંબલી ગામ સુધી 37 કી.મી.નો 250 મીટરનો નવો રોડ ટ્રેક બનાવવામાં બાવળીયારી ગામનાં ખેડૂતોની 700 વીઘા કરતા પણ વધારે જમીન સંપાદનમાં જતી હોવાથી અમે આ જમીન સંપાદનનો ન કરવા માટે હાઈકોર્ટમાંથી સ્ટે હોવા છતાં આ લોકસાહીમાં અમારૂ કોઈ સંભાળતું ન હોવાથી અમે ગ્રામજનોએ લોકસાહી પર્વ ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને આ સપંચની ચુંટણીમાં અમારા ગામમાંથી એક પણ ઉમેદવારે સરપંચ કે સભ્યમાં ઉમેદવારી નથી નોંધાવી કે અમારૂ ગામ સમરસ પણ જાહેર કરવામાં આવ્યું નથી. - પ્રિયરથસિંહ ચુડાસમા, આગેવાન બાવળીયારી ગામ.

અન્ય સમાચારો પણ છે...