અકસ્માત:ઓક્ટોબરમાં અકસ્માત થયો હતો તે વાહન ગઢડાથી મળ્યું

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇકો કારનો ચાલક અકસ્માત કરી ફરાર થયો હોવાથી સીસીટીવીની મદદથી વાહન શોધી કારચાલક સામે ગુનો દાખલ કરાયો

ગઢડા બોટાદ રોડ ઉપર તા.4/10/21નાં રોજ અકસ્માત કરી નશી ચુંટેલા ઇક્કો ગાડીને ગઢડા પોલીસે સી.સી.ટી.વી. મદદથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં વાહન અકસ્માત કરી નાશી જનાર વાહન ચાલકની ઓળખાણ કરી, શોઘી કાઢવા માટેની સુચનાને લઇ પોલીસ સબ ઇન્સ્પેકટર આર.બી.કરમટીયા, ગઢડા અને સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમની ટીમ પો.સબ.ઇન્સ. એ.બી.પરમાર નેત્રમ ઇન્ચાર્જ, અના.એ.એસ.આઇ. ઉદયભાઇ શાંતીભાઇ રાજૈયા, અના.પો.કો. પ્રવિણભાઇ રમણિકભાઇ જાદવ, આ.સોર્સ સીની.એન્જી. અજય બી. મુળિયા મદદથી સી.સી.ટી.વી.માં તપાસ કરી

તા.4/10/21 ના રોજ ગઢડા તાલુકાના ટાટમ ગામ થી બોટાદ તરફ આવતા રોડ પર અકસ્માત કરી ભટકાડી ફરીયાદીના નાશી ગયેલા ઇકો રજી.નં. જી.જે.4 સી.એ. 7988ની ઓળખાણ કરી અકસ્માત કરનાર વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે. આમ અકસ્માત કરનાર વાહન ચાલક વાહન લઇને નાસી ગયો હોય અને ફરીયાદીના માતાનું ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મaોત થયુ હતુંં. અકસ્માત કરનાર વાહનચાલકની વિરુદ્ધમાં ગુનો નોંધી કાર્યવાહી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...