ફરીયાદ:પેટ્રોલપંપના સંચાલકને વ્યાજખોર પિતા પુત્રોએ મારવાની ધમકી આપી

બોટાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજ સાથે દોઢથી 2 કરોડની રકમ ચુકવી હોવા છતા 1.20 કરોડની માંગણી કરી ધંધુકાના 3 શખ્સે ધમકી આપી

રાણપુર ખાતે પેટ્રોલપંપ ધરાવતા એક યુવાનને ધુંકાના પિતા પુત્રોએ વ્યાજના નાણાની પઠાણી ઉઘરાણી કરી મારવાની ધમકી આપતા ફરીયાદ નોંધાઈ હતી. રાણપુરમાં ચુડાસમા ઓટો મોબાઈલ્સ નામનો પેટ્રોલપંપ ચલાવતા મહર્ષીરાજસિંહ મહેન્દ્રસિંહ (ચુડાસમા હાલ રહે.અમદાવાદ મુળ રહે. ધંધુકા તેમજ મુળ ગામ ચેર તા.ધોલેરા)એ તેમના મિત્ર જીગ્નેશસિંહ મનહરસિંહ તથા ભાઈ શક્તિસિંહ મનહરસિંહ તેમજ તેમના પિતા મનહરસિંહ ચુડાસમાં વ્યાજે પૈસા આપતા હોવાની મહર્ષીર ાજસિંહએ ધંધાના કામ અર્થે તેમના મિત્ર જીગ્નેશસિંહ પાસે થી જુદી જુદી તારીખે કુલ 50,50,000 રૂ. વ્યાજે લીધા હતા.

જે મહર્ષીરાજે મુળ રકમ અને વ્યાજ સહિત દોઢ થી બે કરોડ રૂપીયા ચુકવી આપ્યા હોવા છતા વ્યાજખોર પિતા પુત્રો અવાર નવાર રૂબરૂ અને મોબાઈલ ફોન થી 1,20,00,000 ની ઉઘરાણી કરી માર મારવાની ધમકી આપી માનસીક રીતે હેરાનગતી કરી હતી આ બનાવ અંગે મહર્ષીરાજસિંહ મહેન્દ્રસિંહ ચુડાસમાએ શક્તિસિંહ મનહરસિંહ ચુડાસમા,જ ગ્નેશસિંહ મનહરસિંહ ચુડાસમા અને મનહરસિંહ ચુડાસમા રહે ત્રણેય ધર્મનંદન કોમ્પલેક્ષ પાસે ધંધુકા ગામ,વાગડ વિરૂધ્ધ ધંધુકા પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણાની ધીરનાર કરનારા બાબત ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...