બોટાદમાં 15 વર્ષની કિશોરીને તેના માતા પિતા કામ બાબતે વારંવાર ખીજાતા હોવાથી ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલી કિશોરીને બોટાદ 181 અભયમ ટીમ દ્વારા તેના માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું. બોટાદ સીટી વિસ્તારમાંથી તા.29 મેના રોજ સવારે એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું હતું કે એક અજાણી કિશોરી બોટાદ મલ્ટીપ્લેક્સની આસપાસ 2 કલાકથી મુંજાયેલી હાલતમાં આંટા ફેરા મારે છે. ત્યાંના લોકોએ પૂછવા છતા કોઈ જવાબ દેતી ન હતી અને કિશોરી ચિંતામા છે તેને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે.
કોલ મળતા અભયમ ટિમના કાઉન્સેલર પરમાર જલ્પાબેન, કોન્સ્ટેબલ ડાભી નયનાબેન તેમજ પાયલોટ ચુડાસમા નિલેશભાઈ ઘટના સ્થળે કિશોરીની મદદ માટે પહોંચ્યા હતા. કિશોરી ખૂબ જ ગભરાયેલી હતી તેથી બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી ત્યાં કિશોરીનું કાઉસેલિંગ કરતા તેને જણાવ્યું હતું કે તેના પિતા રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે. માતા કેટરસનું કામ કરે છે અને કામકાજ બાબતે તેમની માતા વારંવાર ખિજાતા હોય અને કોઈ પણ કામ ધંધો કરવાનું કહેવામાં આવે છે અને કિશોરીના માતા-પિતા તેમના લગ્ન કરાવી દેવાની વાતો કરે છે.
પરંતુ કિશોરીની ઉંમર 18 વર્ષ કરતા નાની છે જેથી કિશોરી લગ્નની વાત પર સહમત થતી ન હતી. તેથી કંટાળીને ઘરેથી કોઈ ને કહ્યા વગર નીકળી ગઈ હતી. તેના પરિવારના સભ્યોનો કોન્ટેક્ટ કરી તેમને સોંપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.