કલેક્ટરને આવેદન:બોટાદમાં વસ્તીના ધોરણે અનામત બેઠક ફાળવવા તંત્રને માગણી કરાઈ

બોટાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • OBC અને અન્ય અનામત જ્ઞાતિના આગેવાનોએ બોટાદ કલેક્ટરને આવેદન આપ્યું

બોટાદમાં ઓ.બી.સી. અને અન્ય અનામત જ્ઞાતીના આગેવાનો દ્રારા બોટાદ કલેક્ટરને સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, વિધાનસભા અને લોકસભામા ઓ.બી.સી. અને એસ.સી.બી.સી. સમાજને વસ્તીના ધોરણે અનામત બેઠકો ફાળવવા અંગે તા.06/09/22 ના રોજ બપોરના સમયે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.

સ્થાનીક સ્વરાજની સંસ્થાઓમાં વસ્તીના ધોરણ મુજબ અનામત આપવા અંગે નામ.સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થાનીક સ્વરાજની સંસ્થાઓમા અન્ય પછાત વર્ગો ઓ.બી.સી. ને વસ્તીના ધોરણ મુજબ અનામત આપવાની જોગવાઈ કરેલ છે પરંતુ ગુજરાત સરકાર દ્રારા આ અંગે કોઈ નિર્ણય થઈ શકેલ નથી અને સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓમા આપવામાં આવતી 10% અનામત પણ રાજ્ય ચુટણી પંચ ગુજરાત દ્રારા રદ કરવામાં આવેલ છે તે દુ:ખદ બાબત છે.

ઉપરોક્ત બાબત અંગે જણાવાનુ કે ગુજરાતની કુલ વસ્તીના 54% થી વધુ વસ્તી અને અન્ય પછાતવર્ગો ઓ.બી.સી એટલે કે સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગો બક્ષીપંચ સમાજની છે આ બક્ષીપંચ સમાજના ગુજરાતમાં કુલ 146 જેટલી જ્ઞાતી સમુહનો સમાવેશ થયેલ છે આ અન્ય પછાત વર્ગના લોકો પૈકી 70% લોકો અતી પછાત અને મોટા ભાગના લોકો ગરીબ રેખાથી નીચે જીવતા અને છુટક મજુરી કરનાર, પશુપાલન કરનાર અને મહેનત મજુરી ક રખડતુ ભટકતુ જીવન જીવનાર લોકો છે અને મોટા ભાગના લોકોની વાર્ષીક આવક રૂ.1 લાખ થી ઓછી ધરાવતા કુટુંબો ની છે.

નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાના પરિપ્રેક્ષમાં આપ નામદાર આયોગના કાર્યક્ષેત્રમાં ગુજરાત રાજ્યમાં અસ્તિત્વ ધરાવતી સ્થાનીક સ્વરાજ ની સંસ્થાઓમાં આની પછાત વર્ગો માટેની અનામત બેઠકો નક્કી કરવા અને રાજકીય પછાત પણાના સ્વરૂપ અને અસરો અંગે ભલામણ કરવાની જે સત્તા સોપવામાં આવેલી છે.

તેનાથી રાજ્યના ઓ.બી.સી. એટલે કે સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગો બક્ષીપંચ સમાજના લોકોને આપ નામદાર આયોગ પ્રત્યે ઘણી મોટી આશા અને અપેક્ષા જન્મી છે રાજ્યના 54% થી વધુ વસ્તી ધરાવતા આ અન્ય પછાત વર્ગના લોકોના મતોથી સરકાર રચાય છે. રાજ્યમાં અનામતની વસ્તીના ધોરણે શીટોની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સાથે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...