આંદોલન:બોટાદમાં ભ્રષ્ટાચાર સામે કાર્યકરના પ્રતીક ઉપવાસને 28 દિવસ થયા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપવાસી છાવણીમાં ઉપવાસીની મુલાકાત લેવા કોઇ ફરક્યું જ નહીં, ઉપવાસ હજુ ચાલુ જ રહેશે

બોટાદ શહેરમાં દિન દયાલ પુલ અને ભૂગર્ભ ગટરમાં અતિશય બેદરકારી અને ભ્રષ્ટાચાર કર્યો છે કે કરાવવામાં આવ્યો છે. તે નક્કી કરવા અને બોટાદ શહેરની જાહેર જનતાના હિતના પ્રશ્નોને લઇ બોટાદના સામાજિક કાર્યકર બી.એન પારેખ દ્વારા બોટાદ આર. એન્ડ .બી. (પી.ડબલ્યુ. ડી) વિભાગના ઈજનેરને લેખીત જાણ કરીને 27 એપ્રિલ 2022ના રોજથી અચોક્કસ મુદત સુધીના પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. જે પ્રતિક ઉપવાસ આંદોલનને આજે 28-28 દિવસ થવા છતાં પણ ઉપવાસી છાવણીમાં મુલાકાત લેવાની અધિકારીઓ દ્વારા તસ્દી લેવામાં આવતી નથી.

બોટાદના સામાજિક કાર્યકર બી.એન પારેખ દ્વારા ઈજનેર ને લેખિત જાણ કરી આવી છે કે બોટાદમાં નવો દિન દયાળપુલ અને ભૂગર્ભ ગટર નાખી તેમાં અતિશય બેદરકારી અને ભ્રષ્ટાચાર કર્યો છે કે કરાવવામાં આવ્યો છે. તે નક્કી કરવા અને જુના પુલનું માપ હતું તે પ્રમાણે ઉગમણી બાજુએ જે બે પેટા ભાડૂઆતો છે તેની દુકાન નીચે પુલની રેલિંગ આવતી હતી અને આપે આ દસ ફુટ જગ્યા કેમ ઓછી કરી નાખી. આ બે પેટા ભાડુઆતોને શું કામ લાભ કરી આપ્યો આશરે દસેક ફૂટ જેટલી જગ્યા છોડીને નવા પુલની પેરાફિટ કરેલી છે.

આ નવા બનાવેલા પુલનું કામ કોઈ કંપની કે કોન્ટ્રાક્ટર ભાઈને આપવામાં આવેલું છે કે કેમ ? નવા પુલ ઉપર ફૂટપાથ બનાવવામાં આવી નથી. આને ભૂલ કે બેદરકારી ન કહેવાય ભ્રષ્ટાચાર જ આચરે લો છે તેઓ પણ આક્ષેપ સામાજિક કાર્યકર દ્વારા કરાયો છે. સામાજિક કાર્યકર બી.એન પારેખ દ્વારા દિનદયાળ ચોકમાં અચોક્કસ મુદત સુધીના પ્રતિક ઉપવાસ આંદોલન ચાલુ કર્યા છે અને જ્યાં સુધી આ પ્રશ્નોનો કોઇ નિકાલ નહી આવે ત્યાં સુધી પ્રતીક ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવશે તેમ સામાજિક કાર્યકર બી.એન પારેખે જણાવ્યું હતું. ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે સામાજિક કાર્યકરે ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. જ્યાંં સુધી કોઇ નીવેડો નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલું જ રખાશે.

અન્ય સમાચારો પણ છે...