મુશ્કેલી:બોટાદ અને રાણપુરની શેરીઓમાં કાદવ-કીચડ

બોટાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત 10 દિવસથી વરસતા ઝરમર વરસાદને લઈ લોકોને પારાવાર મુશ્કેલી પડે છે

ઘણા દિવસોથી બોટાદ અને રાણપુર શહેરમા રોજ રોજ આવતા વરસાદના ઝાપટાથી શહેરના માર્ગો ઉપર કાદવ કિચડના થર જામી ગયા છે જેને લઈ લોકોને ચાલવામાં મુશ્કેલી પડતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે બોટાદ અને રાણપુર પંથકમાં અષાઢી બીજ થી આજદીન સુધી રોજે રોજ વરસાદી ઝરમર ઝાપટા પડવાથી શહેરની શેરીઓમા પાણી ભરાવાથી કાદવ અને કિચડના થર જામી ગયા છે ત્યારે તંત્ર દ્રારા આ વિસ્તારમા રોડ રસ્તા બનાવી લોકોને આ સમસ્યામાંથી ઉગારે તેવુ સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ

બોટાદ શહેરના ભાવનગર રોડ ઉપર આવેલી સહજાનંદ સોસાયટીમાં સતત 15 દિવસથી વરસતા ઝરમર વરસાદના લિધે સોસાયટીની શેરીઓમા પાણી ભરાવાથી કાદવ કિચડના થર જામી ગયા છે જેને લઈ લોકોને ત્યાથી ચાલવુ મુશ્કેલ બન્યુ છે ત્યારે આ વિસ્તારમા વહેલીતકે તંત્ર દ્રારા રોડ રસ્તા બનવવામાં તેવુ રહીશોએ જણાવ્યુ હતુ.

જ્યારે રાણપુર શહેરના તાલુકા પંચાયત કચેરી પાસેની ગાયત્રીનગર સોસાયટીમા ભુગર્ભ ગટરનુ કામ થયા પછી રોડ રસ્તાનુ કામ ન થતા આ સોસાયટીમાં ઝરમર વરસાદને લીધે કાદવ કિચડના થર જામી જતા આ રસ્તેથી પસાર થતા લોકો અને સ્થાનિક રહિશો કાદવ કિચડને લઈ ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે વહેલીતકે આ વિસ્તારમાં રોડ રસ્તાનુ કામ તંત્ર દ્રારા કરવામાં આવે તેવુ સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...