રક્તદાન કેમ્પ:સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પ્રદેશ પ્રમુખની રક્તદુલા કરવામાં આવી

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરે દ્વારા રક્તદાન કેમ્પ યોજી 251 બોટલ રક્ત એકત્રિત કરાયું

બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલ વિશ્વ પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના મંદિરે તા.17/10/21નાં રોજ ભાજપ પ્રદેશ પમુખ સી.આર. પાટિલ દર્શને પધાર્યા હતા. આ તકે પ.પૂ.શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજી 251 બોટલ લોહી એકત્રિત કરી રક્ત દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રક્તતુલા કરવામાં આવી હતી અને ગુજરાત રાજ્યના નાગરિકોનાં સારા સ્વાસ્થયની પ્રાર્થના કરવામાં આવી હતી. સી.આર. પાટીલે કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજીના અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...