તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:લુવારા ગામની કાઠી ક્ષત્રીય દીકરીને ન્યાય માટે બરવાળા શહેર તાલુકાના સમાજે પ્રાંતને આવેદન આપ્યું

બોટાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે‌ કાઠી ક્ષત્રિય સમાજની દીકરી હેમુબાએ પોલીસની ખુલ્લી દાદાગીરીનો વીડિયો ઉતાર્યો હતો. તે ગુનો નથી તેમજ હેમુબાએ કોઇપણ વ્યક્તિને ઇજા પહોંચાડી તેના પુરાવા નથી તો હેમુબા ઉપર પોલીસે 307 ખોટી કલમ લગાડી તેમજ લેડીસ પોલીસ વગર હેમુબાને પોલીસે પકડેલા તે કાયદેસર ગંભીર ગુનાને લઇ કાઠી ક્ષત્રિય સમાજની દીકરીને ન્યાય મળે તે માટે બરવાળા શહેર અને તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા બરવાળા પ્રાંત ઓફીસરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી.

આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે‌ કાઠી ક્ષત્રિય સમાજના દીકરી હેમુબાએ પોલીસની ખુલ્લી દાદાગીરીનો વીડિયો ઉતાર્યો હતો. તે ગુનો નથી તેમજ હેમુબાએ કોઇપણ વ્યક્તિને ઇજા પહોંચાડી તેના પુરાવા નથી. તો હેમુબા ઉપર પોલીસે 307 ખોટી કલમ લગાડી તેમજ મહિલા પોલીસ વગર હેમુબાને પોલીસે પકડેલા તે કાયદેસર ગંભીર ગુનો ગણાય તેથી લુવારા ગામે‌ બનેલા ઘટના સ્થળે હાજર પોલીસ અધિકારીઓ મંડળી રચી ખુદ માનવ હત્યા કરવાનું કાવતરુ કરનારા ગુનેગાર ગણાય તેમજ હેમુબાને ખોટી રીતે સંડોવી કેસો કરી જેલ હવાલે કરેલા તે નારી રત્નનું અપમાન અને અમાનવીય કૃત્ય ગણાય તેથી હેમુબેનને બી સમરી ભરી તમામ ખોટા ચાર્જોમાંથી મુક્ત કરવામાં આવે અને સન્માનભેર તમના ઘરે પહોચાડવામાં આવે, દોષી પોલીસકર્મીઓ પર સંવેધાનિક પગલાઓ લઇ તાત્કાલિક પ્રભાવથી બદલી કરી દેવામાં આવે, ભવિષ્યમાં પોલીસ પ્રશાસન સત્તાનો દુરઉપયોગ ન કરે અને અપરાધીના પરિવારને હેરાન પરેશાન ન કરે તેવી બાહેદેરી આપવામાં આવે જેવી માંગો સાથે બરવાળા શેહર અને તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો