ધંધુકા શહેરના ખાનજીવાડામાં બંધ મકાનમાં કોઇ અજાણ્યો ચોર ઇસમ ઘરમા પ્રવેશ કરી તીજોરીનુ ચોર ખાનું ખોલી તેમા મુકેલ રોકડ રૂપિયા, સોના ચાંદીના દાગીના સહીત રૂપિયા 2,64,500 મત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ સુત્રો દ્વારા માલતી માહિતી મુજબ ધંધુકા શહેરના ખાનજીવાડામા યુનુસખાન નઝફરૂલ્લાખાન પઠાણનાં બંધ મકાનમાં તા.28/4/22થી 1/5/22નાં રોજ સાંજ સુધીમાં કોઇ અજાણ્યો ચોર ઇસમ ઘરમા પ્રવેશ કરી તીજોરીનુ ચોર ખાનું ખોલી તેમાં મુકેલા રોકડ રૂપિયા 4500, સોનાના અઢી તોલાની બે બંગડી કિ.રૂ1. 1,25,000 એક સોનાની ચેન આશરે એક તોલાની કિ.રૂ 50000 તથા સોનાની કડીઓ જુમ્મર સાથે સાડાચર ગ્રામની નંગ-02 કિ.રૂ. 19000 તથા કાનની બુટ્ટી સેર સાથેની નવ ગ્રામની નંગ 2 કિ.રૂ 45,000 એક નાકનો દાણો નંગ-1 કિ.રૂ 1000 કાનની નખલી ચાર ગ્રામ નંગ-2 કિ.રૂ 20,000નો મળી સોનાના દાગીનાની કુલ કિ.રૂ 2,60,000 એમ કુલ મળી કિ.રૂ 2,64,500-ની ચોરી કરી ચોર નાસી છૂટ્યો હતો.
આ અંગે યુનુસખાન પઠાણે ધંધુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પી.આઈ કુલદીપસિંહ જાડેજા ચલાવી રહ્યા છે. 4 દિવસ બંધ રહેલા મકાનમાંથી તસ્કરોએ મોટી મતાની ચોરી થતાં પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. હાલ ચોરીની ઘટનાને લઇ ચકચાર મચી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.