તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:રાણપુરના જાળીલાના સરપંચે પરિવાર સાથે હિજરત કરી

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જાળીલા સરપંચને ફરી પોલીસ રક્ષણ ન મળતા હિજર કરવી પડી હતી. - Divya Bhaskar
જાળીલા સરપંચને ફરી પોલીસ રક્ષણ ન મળતા હિજર કરવી પડી હતી.
  • ગાંધીનગર પોલીસભવન ખાતે ધામા નાખ્યા
  • મહિલા સરપંચના પતિની હત્યા થયા બાદ પોલીસ રક્ષણ આપી ઉઠાવી લેતા પરિવારને ફરી રક્ષણ ન મળતા હિજરત કરી હતી

રાણપુર તાલુકાના જાળીલા ગામના સરપંચ ગીતાબેન સોલંકીના પતિ મનજીભાઇ સોલંકીની ગામના જ અમુક માથાભારે શખ્સો દ્વારા હત્યા કરાઈ હતી. જેના કારણે મહિલા સરપંચના પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય બાદ પ્રોટેક્શન હટાવી લેવામાં આવ્યું હતું. આ પરિવારે વારંવાર એસ.આર.પી રક્ષણ માટે રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી રક્ષણ ના મળતાં ના છૂટકે 12મે સરપંચે પરિવાર સાથે હિજરત કરી ગાંધીનગર પોલીસભવન ખાતે ધામા નાખ્યા છે.

જાળીલા ગામના મહિલા સરપંચના પુત્ર તુષારભાઈ સોલંકીએ ગૃહમંત્રી અને ગુજરાતના ડીજીપી સહિત લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે 15 માર્ચે અમારા પરિવારે સામૂહિક હિજરત કરવા બાબતની અરજી કરી હતી જે વખતે અમોને હિજરત કરવા દીધી ન હતી. ત્યારબાદ 1 એપ્રિલના રોજ અરજી કરી હતી પરંતુ તે વખતે પણ લેખિત સમજ આપી અને હિજરત કરશો તો તમારી ઉપર ગાંધીનગર પોલીસ કાર્યવાહી કરશે તેવી નરમ ભાષામાં ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે ગૃહવિભાગમાંથી એસઆરપી રક્ષણ બાબતે હકારાત્મક હુકમ થયો છે હાલ હિજરત ન કરો આમ 2-2 વખત હિજરત કરતા અટકાવ્યા હતા.

અમારો પરિવાર જાળીલા ગામે ડરના ઓથાર હેઠળ જીવે છે. આરોપીઓને સ્થાનિક પોલીસનો કોઇપણ પ્રકારનો ડર નથી હાલ સ્થાનિક પોલીસ બંદોબસ્ત હોવા છતાં આરોપીઓએ ગુનો કર્યો છે જે બાબતે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે એફઆઇઆર પણ દાખલ કરાઈ છે.

આરોપીઓ અમારા ઘર પાસેથી વારંવાર નીકળે છે અને અમારા પરિવારની રેકી કરે છે તેથી અમોને ડર છે કે મારા પિતાની હત્યા થઈ એમ જ અમારી પણ હત્યા ગમે ત્યારે કરી નાખશે અમે વારંવાર અરજી કરીને થાકી ગયા છીએ હવે અમે અરજી કરવા માંગતા નથી આ અમારી છેલ્લી અરજી છે અમારા પરિવારને દિન 2માં રક્ષણ ફાળવવામાં નહીં આવતા સહપરિવાર જાળીલા ગામમાંથી હિજરત કરવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...