• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • The Role Of 'Aap' Is Enough To Divide The Votes, If The Government Had Really Been Formed, Italy Would Have Been Announced.

'આપ'ના CM ચહેરાને લઈ કોંગી નેતાએ કહ્યું:મતોના વિભાજન પુરતો જ 'આપ'નો રોલ, ખરેખર સરકાર બનાવી હોત તો ઈટાલીયાની જાહેરાત થઈ હોત

બોટાદએક મહિનો પહેલા

ગુજરાત કોંગ્રેસની સંકલ્પ યાત્રા બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ ખાતે ખાતે આવી પહોંચી છે. આ જનસભામાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણા,મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્મર સહિત કોગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારે આપના મુખ્યમંત્રી પદના દાવેદારને લઈ ઋત્વિક મકવાણાએ નિવેદન આપ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદનો ચેહરો જે જાહેર કર્યો છે તેના ઉપરથી સ્પષ્ટ જાહેર થાય છે કે આમ આદમી પાર્ટી ગુજરાત ઉપર લડવાનો પ્રયત્ન કરી ​​​​​​​રહી નથી અને માત્રને માત્ર વોટ ડાઇવટ થાય મતોનું વિભાજન થાય એટલો પુરતો જ રોલ છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે આજે તે યાત્રા બોટાદ જિલ્લામાં આવી પહોંચી હતી. જેમાં બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ ખાતે જન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણા, મહિલા કોગ્રેસ પ્રદેશ પ્રમુખ જેનીબેન ઠુમ્મર, તેમજ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સખ્યામાં હાજર રહ્યાં હતા. આગામી વિધાનસભાની ચુંટણીને લઈ કોગ્રેસ દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સાભામાં કોગ્રેસની સરકાર બને છે તેવા દાવા વ્યક્ત કર્યા હતા. તો બીજી તરફ ઋત્વિક મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ જે મુખ્યમંત્રી પદનો ચેહરો જાહેર કર્યો છે તેના ઉપરથી સ્પષ્ટ જાહેર થાય છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડવાનો પ્રયત્ન કરી નથી રહી અને માત્ર મતોનું વિભાજન થાય એટલો પુરતો જ રોલ છે .જો આમ આદમી પાર્ટીએ ખરેખર સરકાર બનાવા તરફ વિચાર્યું હોત તો ગોપાલ ઈટાલીય કે અન્ય કોઈને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યો હોત. પાટીદારોને સાથે રાખવાની વાત કરી બીજી દિશામાં જાય છે એટલે એમની મનોવુતી ઉપર શંકા જાય છે.

અન્ય સમાચારો પણ છે...