બજારોમાં અવનવા રંગો:ધૂળેટીના પર્વને લઈ બોટાદના રહીશોએ ખરીદી કરી

બોટાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિશિર ઋતુને વિદાય કરતો અને વસંત ઋતુનાં વધામણાં કરતો તહેવાર એટલે હોળી, બજારોમાં રંગોની રોનક ફેલાઇ
  • બજારોમાં અવનવા રંગો અને આકર્ષક પીચકારી તથા નુકસાન ન થાય તેવા હર્બલ કલર પણ જોવા મળી રહ્યાં છે

હોળીના પર્વની ઉજવણી કરવા માટે બોટાદ વાસીઓ ઉત્સાહિત છે. હોળી-ધૂળેતીના તહેવાર પર લોકો મન મૂકીને એકબીજાને રંગોથી રંગે છે. પરંતુ અલગ-અલગ પ્રકારના કેમિકલથી તૈયાર થયેલા રંગોની અનેક આડઅસર છે. કેમિકલવાળા ધુળેટી રંગોથી રમ્યા પછી ત્વચામાં બળતરા, ખંજવાળ અને સોજો જેવી સમસ્યાઓ થાય છે, ત્યારે સુરક્ષિત રીતે હોળીની ઉજવણી માટે કેમિકલ ધરાવતા રંગોને સ્થાને કુદરતી રંગોનો ઉપયોગ કરવો હિતાવહ છે.

હર્બલ રંગો કુદરતી પદાર્થોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે, જેમાં કોઈ રાસાયણિક મિશ્રણ વાપરવામાં નથી આવતા. આ રંગોથી હોળી રમવાથી ત્વચા અને આંખોને કોઈ નુકસાન થતું નથી. આ કુદરતી રંગો બનાવવા માટે ફૂલ, હળદર, ફળ અને શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરે પણ આ પ્રકારના રંગો સરળતાથી તૈયાર કરી શકાય છે.

બજારોમાં મોટાપાયે ખરીદી કરાઇ. શિશિર ઋતુને વિદાય કરતો અને વસંત ઋતુના વધામણાં કરતો તહેવાર એટલે હોળી. બોટાદ શહેર અને જિલ્લાની બજારોમાં રંગબેરંગી રંગોની રોનક ફેલાય રહી છે. હોળી અને ધુળેટીના તહેવારો મનભરીને માણવા બોટાદવાસીઓ થનગની રહ્યા છે. તમામ બજારોમાં હોળી અને ધૂળેટીની મોટાપાયે ખરીદી થઈ રહી છે. ધૂળેટીના પર્વમાં બાળકો માટે બજારો અવનવા રંગો અને આકર્ષક પીચકારીઓ જોવા મળી રહી છે. બજારમાં શરીરને કોઈ નુકશાન ન થાય તેવા હર્બલ કલર પણ જોવા મળી રહ્યાં છે. તસ્વીર- કેતનસિંહ પરમાર

ધૂળેટી પર્વમાં કેસુડાનું મહત્ત્વ

કેસુડો ફાગણ ઋતુનું જ ફૂલ કહેવાય છે જેને સંસ્કૃતમાં પલાશ તરીકે ઓળખવામાં આવે છે. બાળકોને થતા ઓરી, અછબડા કે બળિયામાં પણ કેસુડાના ફૂલને પાણીમાં ઉકાળી ઠંડુ કર્યા બાદ બાળકને સ્નાન કરાવવાથી લાભ થાય છે. ધૂળેટીના પર્વે કેસુડાના ઉપયોગ પાછળ વૈજ્ઞાનિક કારણ તો છે જ ઉપરાંત કેસુડાથી ધૂળેટી રમવામાં આવે તો સ્નેહીજનોને નુકસાન થવાને બદલે ફાયદો થાય છે. જેથી ધૂળેટી કેસુડાથી જ રમવા માટે ભાર આપવામાં આવે છે. કેસુડો શરીર અને ચામડી માટે અનેક રીતે ગુણકારી છે.

કેમિકલયુક્ત કલર આંખમાં જાય તો નુકસાન થઈ શકે છે. આ સિવાય અસ્થમા, શ્વાસના રોગોથી પીડાતા દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, બાળકોએ રંગોથી રમતા પૂર્વે ખાસ તકેદારી રાખવી જોઈએ. સાથોસાથ આપણે પર્વ ઉજવવાની મજા લઈએ તે અન્યો માટે સજા સમાન ન બને તેનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. દરેક તહેવારને જો ખરા અર્થમાં યાદગાર બનાવવો હોય તો સાવધાની સાથે ઉજવણી કરવી અતિ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...