રાજકીય ખેલ ખતમ:બોટાદ નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યું

બોટાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોટાદ નગરપાલિકા પ્રમુખે કલેક્ટરને રાજીનામું આપ્યું. - Divya Bhaskar
બોટાદ નગરપાલિકા પ્રમુખે કલેક્ટરને રાજીનામું આપ્યું.
  • નગરપાલિકાના વિવાદનો અંત આવ્યો હવે કોઈ વિવાદ નહી : જિલ્લા ભાજપ પ્રમુખ

નગરપાલિકાના તમામ સમિતિનાં ચેરમેનોએ ચેરમેન પદ ઉપરથી રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા ત્યારે પ્રમુખને બે દિવસમાં પ્રમુખ પદ ઉપરથી રાજીનામુ આપવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ પ્રમુખે રાજીનામું ન આપતા અંતે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા નોટિસ આપી હતી અને અંતે રાજકીય ડ્રામા બાદ પ્રમુખે કલેક્ટરને રાજીનામું આપ્યું હતું.

બોટાદ નગરપાલિકામા સ્પષ્ટ બહુમતી હોવા છતા અંદરો અંદરનો વિખવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. જેના ભાગ રૂપે થોડા દિવસ પહેલા ન.પા.ના તમામ સભ્યોએ સમિતિઓ માંથી રાજીનામા આપી દિધા હતા. જેના પડઘા ઉચ્ચકક્ષાએ પડતા સંગઠન દ્વારા તે સમયે ન.પા.પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામ સમિતિના હોદ્દેદારોના રાજીનામા લઇ લેવામા આવ્યા હતા.

ત્યારે ન.પા પ્રમુખનેપ્રમુખપદઉપરથી રાજીનામું આપવાનો 2 દિવસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ પ્રમુખે રાજીનામું ન આપતા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા 2 દિવસમાં રાજીનામું આપવા માટેપ્રમુખને નોટિસ ફટકારી હતી અને ત્યાબાદ તા.5/5/22નાં રોજ પનગરપાલિકા પ્રમુખે કલેકટરને રાજીનામું આપતા બોટાદનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

બોટાદ ન.પા.મા 44 સભ્યોમાંથી 40 સભ્યો ભાજપના સ્પષ્ટ બહુમતી સાથે ચુંટાઇ આવ્યા છે વર્ષ 1999 થી એટલે કે 24 વર્ષથી ન.પા.નુ શાસન ભાજપના હાથમા છે ત્યારે વારંવાર અંદરો અંદરના વિખવાદના લીધે શહેરનો વિકાસ રૂંધાઇ રહ્યા છે.

જેના પડઘા રૂપ થોડા સમય પહેલા ન.પા.ના 20 સભ્યોએ વિવિધ સમિતિઓમાંથી રાજીનામા આપી દિધા હતા જેના પડઘા રૂપ બોટાદ ભાજપ સંગઠન દ્વારા તે સમયે પ્રમુખ, ઉપપ્રમુખ સહિત બાકિની તમામ સમિતિઓના ચેરમેનના રાજીનામા લઇ તેમની રજુઆતો સાંભળી હતી.

પરંતુ ઘણા સમયથી ચાલતા વિવાદને લઇ પ્રદેશ સંગઠનની સુચના મુજબ તા. 31 માર્ચના રોજ પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ 9 સમિતિના ચેરમેનના રાજીનામા બોટાદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા લઇ લેવામા આવ્યા હતા અને નગરપાલિકામા આ રાજીનામા આપી દેવામા આવ્યા હતા.

ત્યારે પ્રમુખને રાજીનામા માટે બે દિવસનો સમય આપવામા આવ્યો હતો. તેમ છતાં પણ નગર પાલિકા પ્રમુખ દ્વારા પ્રમુખપદ ઉપરથી રાજીનામું ન આપતા તા.10/4/22નાં રોજ ફરીવાર જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાધેલાએ ન.પા પ્રમુખને પ્રમુખપદ ઉપરથી બે દિવસમાં રાજીનામું આપવા નોટિસ આપવામા ફટકારી હતી.

ત્યાબાદ તા.5/5/22નાં રોજ બોટાદ નગરપાલિકા પ્રમુખે છેલ્લા ઘણા સમયથી ચૂટાયેલા સભ્યો તેમજ તમામ સમિતિના ચેરમેન વચ્ચે ચાલી રહેલા વિવિદાદને લઇ રાજેશ્રીબેન વોરાએ બોટાદ કલેકટરને બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં રાજીનામું આપ્યું હતું. ત્યારે બોટાદ ના.પા.નાં પ્રમુખ દ્વારા પણ રાજીનામું આપી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

પાર્ટીના હિત માટે અમે રાજીખુશીથી રાજીનામું આપ્યું
બોટાદ નગરપાલિકાનો કાર્યપાલ મને સંભાળવા આપ્યો હતો જે મેં સંપૂર્ણ વિશ્વાસ અને નિષ્ઠા પૂર્વક સંભાળ્યો હતો. પાર્ટીના કહેવાથી અને પાર્ટીનું હિત માટે મેં રાજીખુશીથી રાજીનામું આપ્યું છે. અમે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય છીએ અને રહેશું કોઇપણ સંજોગો આવે અમે ભારતીય પાર્ટી સાથે જ છીએ. - પ્રમુખ બોટાદ નગરપાલિકા, રાજેશ્વરીબેન વોરા

​​​​​​છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાનાં ચૂંટાયેલા સભ્યો વચ્ચે નાનામોટા પ્રશ્નોને લઇ વિવાદ ચાલતો હતો પરંતુ પાર્ટીનાં નિર્ણય મુજબ નગરપાલિકાના તમામ સમિતિના ચેરમેન અને પ્રમુખ સહિત તમામ સમિતિના હોદ્દેદારોએ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધા છે. હવે કોઇપણ પ્રકારનો વિવાદ રહેતો નથી. - બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ, ભીખુભા વાઘેલા

અન્ય સમાચારો પણ છે...