પોલીસ દ્વારા શપથ લેવાઈ:બોટાદમાં પોલીસે ચાઈનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરવા, તેમજ અન્યને પણ ઉપયોગ નહિ કરવા દેવા શપથ લીધા

બોટાદએક મહિનો પહેલા

બોટાદ એસપી કચેરી ખાતે પોલીસ કર્મચારીઓ દ્વારા ચાઈનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ નહીં કરવા તેમજ અન્ય લોકોને પણ ઉપયોગ નહિ કરવા માટેના લીધા શપથ લીધા હતા. ડી.વાઇ.એસપી, પી.આઈ, પીએસઆઇ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યાં હતા.

રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વના તહેવારમાં ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકોના મોતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આગામી 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે અને લોકો ચાઈનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરે તે માટે પોલિસ અલગ અલગ આયોજન કરી રહ્યાં છે. ત્યારે આજે બોટાદ એસપી કચેરીમાં ડી.વાઈ.સેસપી એ.એ. સૈયદ દ્વારા પી.આઈ, પીએસઆઇ અને પોલિસ કર્મચારીઓને શપથ લેવડાવ્યાં હતા. પોતે અને અન્ય લોકોને પણ આનો ઉપયોગ નહિ કરવા માટે જણાવ્યું હતું. અહીંયા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...