ધરપકડ:બરવાળામાં સગીરા પર દુષ્કર્મ કરનારો ઝડપાયો

બોટાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે નરાધમને કોર્ટમાં રજૂ કરી ભાવનગર જેલમાં મોકલી આપ્યો

બરવાળા પંથકના નરાધમ શખ્સ દ્વારા સગીરા ઉપર બળાત્કાર કરનાર નરાધમને પોલીસે ગુંડા ગામેથી ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કોર્ટમાં રજુ કરી કોર્ટ ભાવનગરનાં વોરંટ ઇસ્યુ કરતા ભાવનગર આરોપીને ભાવનગર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. બોટાદ જિલ્લાના બરવાળામાં પંથકના નરાધમ શખ્સ ધ્વારા તા.2/10/21નાં રોજ સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યા અંગેના બનાવે ચકચાર મચાવી દીધી છે ત્યારે બરવાળા પોલીસે નરાધમ શખ્સ હનુ સુરાભાઈ સિંધવ ભરવાડ ઉ.વ.65 રહે.બેલા, તા.બરવાળા વિરુધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે આરોપીને શોધવા ચક્રોગતીમાન કરી જુદી જુદી ટીમો બનાવી જુદી જુદી જગ્યાએ તપાસ કરી ગણતરીની કલાકોમાજ પોલીસે નરાધમ આરોપી હનુ સુરાભાઈ સિંધવ ભરવાડ ઉ.વ.65ને બેલા ગામેથી જ તા.2/10/21નાં રોજ રાત્રે 10.00 કાલાકે દબોચી લીધો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટ કોર્ટે ભાવનગરનાં વોરંટ ઇસ્યુ પોલીસે આરોપીને ભાવનગર ખાતે મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે આરોપી હનુ સુરાભાઈ સિંધવ ભરવાડ (રહે.બેલા,તા.બરવાળા) વિરુદ્ધ આઇપીસી કલમ 376,પોકસો એક્ટ 3 સી આર મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...