સુવિધા:ઇતરિયામાં નવનિર્મિત નંદઘર ભૂલકાંઓ માટે ખૂલ્લું મુકાયું

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનના સમયમાં પણ વિવિધ યોજના હેઠળ જિલ્લાના લોકોને મજૂરી પૂરી પાડવામાં આવી હતી

ગઢડા તાલુકાના ઈતરીયા ગામ ખાતે નવનિર્મિત આંગણવાડી નંદઘર લોકાર્પણ ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર દ્વારા કરી બાળકો માટે ખુલ્લું મુકાયું હતું. ગઢડા તાલુકાના ઈતરીયા ગામે બાળ મંદિરના બાળકોને બેસવા મકાનની સુવિધા જર્જરિત હોય ગ્રામ પંચાયત દ્વારા આ આંગણવાડી નંદઘર ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડીના નવા મકાનો બાંધવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મનરેગા કન્વર્જન્સ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.

આ મનરેગા કન્વર્જન્સ અંતર્ગત તૈયાર થનાર આંગણવાડી કેન્દ્રો 600 ચો.ફૂટમાં બનાવવા માટે મનરેગા તરફથી રૂ.5 લાખ તથા વધુ રકમની જરૂર જણાયે આઈ.સી.ડી.એસ તરફથી રૂ.2 લાખની જોગવાઈથી ઈતરીયા ખાતે ગઢડા મતવિસ્તારના ધારાસભ્ય આત્મારામભાઇ પરમારના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ આંગણવાડી ઘર જિલ્લામાં પ્રથમ નમુના રૂપ કલરકામ, રમત મેદાન, દીવાલ, લાઈટ અને પાણીની સુવિધા યુક્ત બનાવવામાં આવ્યું છે.

આ લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત ગામના નમુના રૂપ સ્મશાનમાં મહાત્મા ગાંધી મનરેગા યોજના થકી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, બોટાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.જોશી, તાલુકા વિકાસ અધિકારી પરમાર, નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર નરેગા ભરતસિંહ ગોહિલ, તાલુકા નરેગા ટીમના અધિકારી – કર્મચારીઓ, પદાધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...