એક પરપ્રાંતીય માણસ કે જે પોતાનાં પરિવારનો એકમાત્ર આધાર હતો અને ધંધૂકામાં અનાજનાં ગોડાઉનમાં છૂટક મજૂરી કરી પેટિયું રળતો હતો. તેના પરિવારમાં તેની 2 દિકરીઓ હતી અને એક દિકરીનાં હોળી પછી લગ્ન હતા. તેવામાં પરિવારના આધારભૂત સમાન તે માણસ હાર્ટ એટેકનાં લીધે કાળનો કોળિયો બની ગયો હતો. તેના મૃતદેહને વતન પહોંચાડવા માટે ઉપેન્દ્રસિંહ દીપસિંહજી ચાવડાએ (જાળીયાના) મદદ કરી હતી. તેમણે રૂ. 33,000 આપીને એમ્બ્યુલન્સ મારફતે તેના મૃતદેહને મધ્યપ્રદેશના છેવાડાના તેના માદરે વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
સાથે જ દિકરીના લગ્નનો તમામ ખર્ચ આપવાની ખાતરી આપવાની સાથે મૃતકના પરિવારને 1,11,000 રૂપિયા આપવાનું પણ વચન આપ્યું હતું. ઉપેન્દ્રસિંહે અગાઉ તા. 6/11/22ના રોજ સનાતન હિન્દુ ધર્મ સર્વ સમાજની 111 દીકરીઓના લગ્ન પોતાના ખર્ચે કરાવી આપ્યા હતા. તે સિવાય ગીરના જંગલમાં રાજભા ગઢવી દ્વારા આયોજિત 14 ચારણ દિકરીબાના સમૂહ લગ્નમાં પણ સંપૂર્ણ આર્થિક અને માનવ સહયોગ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.