• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • The Namo Kisan Panchayat At Botad Discussed The Government's Scheme And The Income Of Farmers; Information Was Given About The Next Planning

કિસાન મોરચો પ્રશિક્ષણ વર્ગ:બોટાદ ખાતે નમો કિસાન પંચાયત દ્વારા સરકારની યોજના તેમજ ખેડૂતોની આવક સહિતની ચર્ચા કરાઈ; આગામી આયોજનને લઈ માહિતી આપવામાં આવી

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા કિસાન મોરચા દ્વારા આજ રોજ નમો કિસાન પંચાયત કિસાન મોરચો વક્તા પ્રશિક્ષણ વર્ગ સ્વામિનારાયણ ગુરુકુળ ગઢડા રોડ બોટાદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યકમમાં આગમી સમયે કિસાન મોરચા દ્વારા જિલ્લામાં ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ કરવામાં આવશે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ અને તેમની આવક બમણી કરવા અને વિવિધ યોજનાકીય માહિતીથી ખેડૂતોને મળેલ લાભ અંગે પણ માહિતી આપવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિત પ્રથમની નેમ ને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકારે કરેલ કાર્યો અને ભાવિ આયોજનની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા
આ પ્રશિક્ષણ વર્ગમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વનાલીયા, પ્રદેશ કિસાન મોરચાના મંત્રી ભરતભાઈ મેર, નાગરભાઇ જીડીયા, ભાવનગર જિલ્લાના પ્રભારી વનરાજસિંહ ડાભી, બોટાદ જિલ્લા કિસાન મોરચાના પ્રભારી કમલેશભાઇ હાંડી, બોટાદ કિસાન મોરચાના પ્રમુખ મુકેશભાઈ સિસોદીયા, જિલ્લા ભાજપ મહામંત્રી પોપટલાલ અવૈયા, કિસાન મોરચાના મહામંત્રી ગજેન્દ્રસિહ ચુડાસમા, અસવિનભાઇ ખસીયા, જિલ્લા ભાજપના અશોકભાઈ સમ્રાટ, કિશોરભાઇ પાટીદાર, અમરશીભાઇ માણીયા, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલીયા, બોટાદ જિલ્લા કિસાન મોરચાના મંત્રી પ્રદિપભાઇ ખાચર, નાકુજી ગઢવી, જગદીશભાઇ દલવાડી, ઉપ પ્રમુખ જગદીશભાઈ ડાંગર, દશરથભાઇ, રૂપાભાઈ બરવાલા, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગઢીયા, વિજયભાઇ ખાચર સર્વ મંડળના પ્રમુખ મહામંત્રી અને હોદેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...