કાર્યવાહી:બોટાદથી ગુમ થયેલી બાળકી મહારાષ્ટ્રથી મળી આવી

બોટાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ પોલીસે બાળકીનું અપહરણ કરનારા આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

બોટાદથી છ માસ પહેલા અપહરણ થયેલી બાળકીને બોટાદ પોલીસે મહારાષ્ટ્રનાં ઔરંગાબાદથી શોધી અપહરણ કરનારા આરોપી નદીમ ગની પટેલને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંંધાયેલા ગુનાના કામે છ માસ અગાઉ અપહરણ થનાર બાળકીને શોધવા વિભાગીય પોલીસ અઘીકારી રાજદિપસિંહ નકુમનાની દેખરેખ હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એ. બી. દેવઘા, બોટાદ પો.સ્ટે.ના

સુપરવીઝન હેઠળ પો.સ.ઇ. બી. જી. વાળા, પ્રદ્યુમ્નસિંહ પઢીયાર, અ.પો.કો. રવિરાજસિંહ ડોડીયા, અ.પો.કો. ડીમ્પલબેન પરમાર પોલીસ અધિકારીની ટીમ બનાવી ટેકનીકલ સોર્સીસ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી અપહરણ થયેલી બાળકીને ઔરંગાબાદ મહારાષ્ટ્ર ખાતેથી શોધી લાવી આરોપી નદીમ ગની પટેલ (રહે. ઔરંગાબાદ)ની ઘરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...