ફરમાન:ધોલેરાની પડતરની સરવે નંબરોની જમીનોને સરકાર ખાતે પરત લેવાશે

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરે તમામ ખેડૂતો બોગસ હોવાનુ જણાવી તમામ જમીન સરકાર હસ્તક લેવા ફરમાન જારી કર્યુ

ધોલેરાના વિવિધ સર્વે નંબરોની જમીન ખોટી રીતે પોતાના નામે કરીને ખેડુત ખાતેદારો બનેલા 10 લોકોને ફટકાર લગાવાનો હુકમ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામા આવતા ધોલેરા વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષ 2002 માં કેટલાક લોકોએ કથિત રીતે સરકારી જમિનમાં નામો દાખલ કરાવ્યા હતા અને તેના આધારે ખેડુત ખાતેદાર પણ બન્યા અને ત્યારબાદ મોટા પ્રમાણમાં ધોલેરા સર વિસ્તારમાં જમીનો પણ ખરીદી આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર દ્વારા તા.27/6ના રોજ હુકમ કરવામાં આવ્યો અને તમામ ખેડુતો ખોટી રીતે બન્યા હોઈ તમામ જમીનો સરકર હસ્તક લેવા ધોલેરા મામલતદારને આદેશ કર્યો છે.

ધોલેરા વિસ્તારમાં સરની જાહેરાત થયા બાદથી જ જમીનોના મોટા કથીત કૌભાંડો બનતા રહ્યા છે. નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવાના સાવ બોગસ કાગળો વહીવટી અધિકારીઓની ખોટી સહીઓ સાથે કરવામાં આવ્યા અને આ પ્રકરણમાં તત્કાલીન મામલતદાર યોગેશ ઠક્કર દ્વારા પોલીસ ફરીયાદ પણ નોધવામાં આવી હતી. આ પ્રકરણ ફરીયાદ બાદ ભુલાઈ ગયુ હતુ પણ આ પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ થાય તો ધોલેરા વિસ્તારની ઘણી જમીનો આ પ્રકરણના કૌભાંડની વકી દેખાઈ રહી છે.

ત્યારે 25/6/2002ના રોજ તત્કાલીન પ્રાંત અધિકારી ડી.પી.સુદાણી દ્વારા હુકમ કરી 10 લોકોને મોજે ગામ ધોલેરાના સર્વે નંબર જુનો 441, 450, 753, 440,755,754,422 પૈકી, 752 પૈકી,41 પૈકીને ખેડૂત ખાતેદાર બનાવાયા હતા. આ અંગે કલેક્ટરની કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જે અંગે કલેક્ટર દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ બાદ હુકમ કરીને તમામ જમીનને સરકાર ખાતે લેવાનો હુકમ જારી કર્યો હતો નવી શરતની જમીનમાથી જુની શરત કરવાના બોગસ દસ્તાવેજો તૈયાર કરી મોટુ કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. જે અંગે તત્કાલીન મામલતદાર યોગેશ ઠક્કર દ્વારા ધોલેરા પોલીસ મથકમાં પોલીસ ફરીયાદ નોધાવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...