તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:બરવાળાના કુંડળ સ્વામિનારાયણ મંદિરને કોન્સન્ટ્રેટરની ભેટ મળી

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકામાં રહેતા ઓડ ગામના યુવકે ભેટ આપી
  • જરૂરીયાતમંદ દર્દીને કોન્સન્ટ્રેશન મશીનો અપાશે

પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા અને બરવાળા તલુકાના કુંડળ ગામે સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાલતી કોરોના દર્દીઓની સેવાથી પ્રભાવિત થઈને અમેરિકા નિવાસી મૂળ ઓડ ગામના સતીશભાઈ ચંદુભાઈ પટેલે કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામ મંદિરને 7 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો ભેટ આપ્યાં હતાં.

શહેરો અને ગામડાઓમાં ઓક્સિજનની કમીને કારણે લોકોની પીડા જોઈને સતીશભાઈ ચંદુભાઈ પટેલ અમેરિકા નિવાસી મૂળ અને નાર ગામના ડો.અરવિંદભાઈ સી.પટેલને કોરોના મહામારીમાં પોતાના દેશના લોકોને મદદ કરવાની ભાવના થઈ.

કોરોના કે અન્ય રોગોના કારણે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓના લાભાર્થે સતીશભાઈના પિતા ચંદુભાઈ પટેલના હસ્તે શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામમાં આ મશીનો ભેટ અપાયા હતા. પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો કોવિડ કેર સેન્ટરમાં અને જરૂરિયાતમંદ દર્દીઓના ઘરે પણ સારવાર માટે અપાશે.

અન્ય સમાચારો પણ છે...