જામીન અરજી પર દલીલો:AMOS કંપનીના માલિકની આગોતરા જામીન અરજી પર 10મીએ ચુકાદો આવશે

બોટાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લઠ્ઠાકાંડ મામલે સમીર પટેલ સહિત 5એ આગોતરા જામીન અરજી કરી
  • બોટાદ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી પર દલીલો સાંભળી, AAPએ જામીન અરજી નામંજુર કરવા માંગ કરી

બોટાદ સેસન્સ કોર્ટમાં AMOS કંપનીના માલિક સમીર પટેલ સહિત 5 લોકોએ આગોતરા જમીનની અરજી કરી હતી. તા.8/8/2022 ના રોજ કોર્ટમાં તેનું હિયરિંગ હતું. હિયરિંગ દરમ્યાન સરકારી વકીલ ઉત્પલ દવે અને સમીર પટેલ પક્ષના વકીલો હાજર રહ્યા હતા. કોર્ટ દ્રારા આગામી 10 તારીખના રોજ ચુકાદો આપશે.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સર્જાયેલ લઠ્ઠાકાંડ મામલા ને લઈ સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે લઠ્ઠાકાંડમાં કેમિકલ જે જગ્યા પરથી આવ્યું તે AMOS કંપનીના સંચાલક સમીર પટેલ સહિત 5 લોકો વિરુદ્ધ પોલીસ દ્રારા બે વાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેમ છતાં પોલીસ સમક્ષ કોઈ હાજર ન રહેતા લુક આઉટ નોટિસ પાઠવી પોલીસ દ્રારા તમામના રહેણાંકી મકાન ઉપર તપાસ કરી હતી. સમીર પટેલ સહિત 5 લોકોએ ગુજરાત હાઈકોર્ટેમાં આગોતરા જામીનને લઈ અરજી કરી હતી.

જ્યાં નામદાર કોર્ટ દ્રારા અરજી વિદ્રો કરી સેસન્સ કોર્ટમાં અરજી કરવાનું જણાવેલ જે અંતર્ગત બોટાદ સેસન્સ કોર્ટમાં સમીર પટેલ સહિત 5 લોકોએ આગોતરા જમીનની અરજી કરી હતી. આ કેસમા સરકારી વકીલ તરીકે ભાવનગરના એડવોકેટ ઉત્પલ દવેની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સામે પક્ષે AMOS કંપનીના વકીલો બોટાદ સેસન્સ કોર્ટ ઉપસ્થિત રહ્યા હતા . સરકારી વકીલ અને આરોપીના વકીલો દ્રારા સામસામી ચાર કલાક સુધી ધારદાર દલીલો કરવામાં આવી હતી.

કોર્ટ દ્રારા આગોતરા જામીનને લઈ 7 દિવસની સમય મર્યાદા મુજબ 10 ઓગષ્ટના રોજ ચુકાદો આપવામાં આવશે તેમ સરકારી વકીલ ઉત્પલ દવેએ મીડિયાને જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા તેમની જામીન અરજી નામંજુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને કોર્ટ બહાર સુત્રોચ્ચાર કર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...