તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:બોટાદ પાલિકામાં વધારે રોજમદારો રાખવાના ઠરાવ મુદ્દે આજે વિવાદ થશે

બોટાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે યોજાનારી સામાભ્ય સભામાં મુદ્દા નં. 10 થી ઠરાવ મુકવામાં આવ્યો છે
  • આ ઠરાવમાં સરકારના પરીપત્રની ઉપરવટ જઈને મંજૂર મહેકમ કરતા 10%થી વધારે રોજમદારો રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો છે

બોટાદ નગરપાલિકામાં મહેમકમના 10%થી વધુ રોજમદારોને ન રાખવાના શહેરી વિકાસ વિભાગનાં નાયબ સચીવના તા.16/7/1976નો પરિપત્ર હોવા છતાં બોટાદ નગરપાલિકામાં મજુર મહેકમનાં 10% કરતા વધુ રોજમદારોને રાખવાનાં નગરપાલિકા પ્રમુખનાં ઠરાવથી વિવાદ સર્જાયો છે.

બોટાદ નગરપાલિકાની આજે તા.6/9/21 નાં રોજ જનરલ સભા યોજાવાની છે. આ જનરલ સભામાં નગરપાલિકા પ્રમુખે પોતાના ઠરાવથી સરકારશ્રીના પરિપત્રની ઉપરવટ જઈને મંજુર મહેકમ કરતા 10%થી વધુ રાખેલા રોજમદાર સફાઈ કામદારોનો મુદ્દા એજન્ડા ક્રમ 10 થી મંજુરી માટે મુકવામાં આવ્યો છે. જેથી આ મુદ્દો નગરપાલિકાનાં સભ્યોમાં વિવાદનો મુદ્દો બન્યો છે. શેહેરી વિકાસ વિભાગનાં નાયબ સચિવ દ્વારા રાજ્યની નગરપાલિકાઓમાં મહેકમનાં 10%થી વધુ રોજમદારો ન રાખવા તા. તા.16/7/1976નાં રોજ પરિપત્ર કર્યો છે અને આ પરિપત્રનો અમલ કરવા માટે સરકારશ્રી દ્વારા રાજ્યની નગરપાલિકાઓને વારંવાર સુચનાઓ આપી છે. છતાં પણ બોટાદ નગરપાલિકા દ્વારા આ પરિપત્રને નેવે મૂકીને નગરપાલીકાના સત્તાધીશો તથા નગરપાલિકા પ્રમુખે પોતાના ઠરાવથી 150 જેટલા રોજમદારો સફાઈ કામદારોનો ઠરાવ કર્યો છે જે ઠરાવ નગરપાલીકાના મંજુર મહેકમનાં 10%થી વધુ છે અને આ ઠરાવ પાલિકાની આજે મળનારી જનરલ સભામાં મંજુર કરાવ માટે મુદ્દા નં. 10 થી મુકવામાં આવ્યો છે. જેના લીધે નગરપાલિકાનાં સભ્યોમાં વિવાદ સર્જાયો છે. ભૂતકાળમાં પણ ન.પા. દ્વારા 10%થી વધુ રોજમદારો રાખતા રોજમદારોનાં ખર્ચ માટે નગરપાલિકાના તાત્કાલિક સભ્યો અને અધિકારીઓને સરકારે નોટીસ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...