કોણ કોને આપશે ટક્કર?:બોટાદ જિલ્લાની 2 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, ભાજપને આતરિક વિવાદ નડી શકે છે

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે બોટાદ જિલ્લાની 2 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જામશે.
બોટાદ બેઠક પર ગત 2017ની ચૂંટણીમાં સોરાભ પટેલની ટિકિટ ફાઇનલ થઈ હતી. જોકે, 2022ની ચૂંટણીમાં ફરી સૌરભ પટેલ સામે દાવેદાર તરીકે સુરેશ ગોધાણી આવ્યા હતા. આ બંનેની લડાઈમાં બોટાદ જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ ઘનશ્યામ વિરાણીને પાર્ટીએ ટિકિટ આપી હતી. જેને લઈ સુરેશ ગોધાણી સમર્થકોએ ભાજપ કાર્યાલય ખાતે પહોંચી રાજીનામાં ધરી દેતા બોટાદ જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું હતું. ત્યારે બીજી તરફ સૌરભ પટેલ જૂથે ગાંધીનગર રજૂવાત કરી હતી. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી બોટાદ જિલ્લાનો રાજકીય ઇતિહાસ...

અન્ય સમાચારો પણ છે...