તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સાસરિઓએ દીકરીના પિતા પર હુમલો કર્યો, દીકરી રિસાઈને પિતાના ઘરે આવી હતી

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદમાં હિફ્લીમાં રહેતા ચંદુભાઈ મોહનભાઈ જાદવની દીકરી સાસરેથી પિયરમાં રીસામણે આવતા દીકરીના પિતા ઉપર દીકારીના સાસરીવાળાઓએ ધારિયા અને લાકડી વડે હુમલો કરતા ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા.

હથિયારથી ચંદુભાઈ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
બોટાદ શહેરના હિફલી શેરી નં.4 નનકુબાપુની વાડીમાં રહેતા ચંદુભાઈ મોહનભાઈ જાદવની દીકરી પિતાના ઘરે રિસામણે આવી હતી જેની દાઝ દીકરીના સાસરીવાળાએ રાખી દીકરીના પિતા તા. 5 ઓગસ્ટે સાંજે ૭.૩૦ કલાકે મોટર સાઈકલ લઈને દુકાનેથી ઘરે જતા હતા તે દરમિયાન સોરઠિયા વાડી બીપીનાં બંગલા પાસે પહોંચ્યા હતા તે દરમિયાન દીકરીના સાસરી પક્ષના ત્રણ લોકો બુલેટ લઇને આવ્યા હતા અને ચુંદુભાઈના મોટરસાઈકલ સાથે બુલેટ ભટકાડી ચંદુભાઈ પાડી દીધા હતા. ત્યાબાદ બુલેટમાં સવાર ધર્મેશ બટુકભાઈ પરમાર, અશ્વિન રમેશભાઈ સતવારા, મહેશ રમેશભાઈ સતવારાએ ધારિયું, લાકડી, છરી જેવા હથિયારથી ચંદુભાઈ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છુટ્યા હતા. ચંદુભાઈ ગંભીર ઈજાઓ પહોંચતા સોનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે બોટાદ પોલીસ સ્ટેશનમાં ચંદુભાઈ મોહનભાઈ જાદવે બોટાદ પોલીસ સ્ટેશનમાં ધર્મેશ બટુકભાઈ પરમાર, અશ્વિન રમેશભાઈ સતવારા, મહેશ રમેશભાઈ સતવારા ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...