સંસ્કૃતમાં એક મંત્ર છે. જેમા આરોગ્ય ધનસંપદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આરોગ્યને સંપત્તિ સાથે સરખાવવામાં આવ્યું છે. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા.એટલે જો તંદુરસ્તી હોય તો જીવનમાં દરેક પ્રકારની શાંતિ હોય જ. તા.3 જૂનના દિવસને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પાછળનો હેતુ પણ સુખદ આરોગ્ય છે.
રોજબરોજના જીવનમાં સાયકલનો ઉપયોગ વધારવાના હેતુથી વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે.સાયકલ શારીરિક સ્વાસ્થ્ય સાથે પર્યાવરણ માટે પણ ખુબ અનુકૂળ છે. આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ કરી હતી. અને સૌ પ્રથમ વખત વર્ષ 2018માં આ દિવસ ઉજવાયો હતો. આ દિવસે પરિવહનના સરળ, આર્થિક રીતે પરવડે તેવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પને પસંદ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
સાયકલ ચલાવવાના અનેક ફાયદા પણ છે. માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સાયકલ ચલાવવી ખુબ જ લાભદાયી છે. સાયકલ ચલાવવાથી હ્રદય,રક્તનળી અને ફેફસાને સ્વસ્થ રાખી શકાય છે.શરીરના સ્નાયુઓ સ્વસ્થ અને મજબૂત બને છે. સાયકલ ચલાવવાથી અતિરિક્ત ચરબી ખુબ જ સરળતાથી બાળી શકાય છે.
મોટી ઉંમર પછી વોકિંગ કરવું મુશ્કેલ પડતું હોય તો સાયકલિંગ કરી શકાય. ખાસ કરીને ઘૂંટણ કે કમરનો દુ:ખાવો હોય તેવા ઉંમરલાયક લોકો માટે સાયકલિંગ મોટો ઉપાય છે. હાલના તબક્કે સાયકલના ઘણા બધા પ્રકારો બજારમાં ઉપલબ્ધ છે.
આખો દિવસ બેસીને કામ કરનારા લોકો માટે સાઈકલિંગ કરવું ખૂબ જરૂરી
અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત સાયકલિંગ કરવું જોઈએ. નિયમિત સાયકલિંગ કરવાથી શારીરિકની સાથે માનસિક આરોગ્ય પણ જળવાઈ રહે છે. ઓફિસમાં આખો દિવસ બેસીને કામ કરતા હોય તેવા લોકો માટે સાયકલિંગ કરવું ખુબ જરૂરી છે. સાયકલિંગ કરવાથી પર્યાવરણની જાળવણી માટે પણ મદદરૂપ થઈ શકાય છે. સ્પોર્ટ્સ પર્સન હોવાને નાતે પુનમબેન સાયકલિંગને પોતાના જીવનમાં આગવું મહત્વ આપે છે. - પુનમબેન એ.રાઠોડ, બોટાદ આઇ.ટી.આઇ. આચાર્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.