સાળંગપુર પહોંચી વિરાટકાય ગદા:'કિંગ ઓફ સાળંગપુર' પ્રોજેકટ અંતર્ગત બની રહેલી 54 ફૂટની મૂર્તિની વિરાટકાય ગદા સાળંગપુર પહોંચતા ભક્તોમાં ખુશીનો માહોલ

બોટાદ2 મહિનો પહેલા

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ચાલતા કિંગ ઓફ સાળંગપુર પ્રોજેકટ અંતર્ગતની વિશાળ મહાકાય ગદાનું સાળંગપુર મંદિરે આગમન થયું. આશરે 15 દિવસ બાદ મૂર્તિનું કામ પૂર્ણ થઈ જશે તેવી આશા સાથે પ્રધાનમંત્રીના હસ્તે અનાવરણ કરવામાં આવી શકે તેવું નિવેદન કોઠારી સ્વામી ​​​​​​દ્વારા ​આપવામાં આવ્યું હતુ.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી હવે 'કિંગ ઓફ સાળંગપુર'ના નામથી ઓળખાશે ​​​​​​. મંદિર દ્વારા કીંગ ઓફ સાળંગપુરના નામથી હાલ પ્રોજેકટ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં વિશાળ 54 ફૂટની મહાકાય પંચ ધાતુની મૂર્તિ બની રહી છે. જે મૂર્તિ હરિયાણાના માનસરમાં બનતી હોઈ જેના અલગ અલગ અંગો સાળંગપુર ખાતે આવે છે. જેમાં આજે વિશાળકાય હનુમાનજી દાદાની મૂર્તિની ગદા આજે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી. આગામી 15 દિવસ એટલે કે પૂનમની આસપાસ મૂર્તિનું કામ પૂર્ણ થઈ જશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હસ્તે તેનું અનાવરણ પણ કરવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...