આઝાદીના અમૃત મહોત્સવ:તારીખ 13થી 15 ઓગસ્ટ સુધી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ કરાશે

બોટાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રધ્વજએ આપણા દેશના માન, સન્માન, અને પ્રતિષ્ઠાના પ્રતિક સમાન

રાષ્ટ્રધ્વજએ આપણા દેશના માન, સન્માન, આશા-આકાંક્ષા અને પ્રતિષ્ઠાના પ્રતિક સમાન છે.સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન રૂપે દેશના તમામ નાગરિકોને ગૌરવ લેવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણામાં રાષ્ટ્રપ્રેમ, સર્વધર્મ સમભાવની લાગણી કેળવે છે.

વિવિધ લોકસમૂહને એકસૂત્રમાં બાંધનાર તેમજ રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી સમર્પિત થવાની સતત પ્રેરણા આપે છે. ત્યારે આપણા રાષ્ટ્રધ્વજની ત્રિરંગા સુધી પહોંચવાની સફર વિશે જાણવું પણ દરેક નાગરિક માટે જરૂરી બની જાય છે. રાષ્ટ્રધ્વજની ત્રિરંગા સુધી પહોંચવાની યાત્રા પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ હોવાનો પ્રથમ વાર વિચાર રાજા રામમોહન રાયના મનમાં ઉઠ્યો હતો.

20 મી સદીની શરૂઆતમાં ભારતમાં આઝાદી માટે સ્વતંત્રતાની ચળવળોએ વેગ પકડ્યો. આ સમયમાં સૌ પ્રથમ 1904માં સ્વામી વિવેકાનંદના શિષ્યા સિસ્ટર નિવેદિતાએ સૌ પ્રથમ ધ્વજ રજૂ કર્યો. જે સિસ્ટર નિવેદિતા ધ્વજ તરીકે ઓળખાયો. આ ધ્વજ લાલ ચોરસ આકારનો હતો. જેમાં પીળા રંગનું વજ્રનું ચિહ્ન અને બંગાળી ભાષામાં વંદે માતરમ લખેલું હતું.

આ ધ્વજમાં લાલ રંગ આઝાદી અને પીળો રંગ વિજયના પ્રતિક હતા. 7 ઑગષ્ટ,1907 ના રોજ બંગાળના ભાગલાના વિરોધમાં કોલકાતામાં સૌ પ્રથમ વાર ત્રણ રંગનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. જે કલકત્તા ધ્વજ તરીકે ઓળખાયો હતો. આ ધ્વજમાં એકસરખા ત્રણ આડા પટ્ટા હતા. જેમાં સૌથી ઉપરનો નારંગી, વચ્ચે પીળો અને નીચેનો પટ્ટો લીલા રંગનો હતો. જેમાં ઉપલા નારંગી પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાના ચિત્રો હતાં. વચ્ચેનાં પટ્ટામાં હિંદીમાં વંદેમાતરમ લખેલું હતું.

22 ઑગષ્ટ, 1907 ના રોજ ક્રાંતિકારી ભીખાઈજી કામાએ જર્મનીમાં એક ત્રણ રંગનો ધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજમાં ઉપરનો પટ્ટો લીલો, વચ્ચેનો કેસરી અને નીચેનો પટ્ટો લાલ રંગના હતા. જેમાં લીલો રંગ ઇસ્લામ, કેસરી રંગ હિંદુ,લાલ રંગ બૌદ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં ઉપરના પટ્ટામાં 8 કમળ અને નીચેના લાલ પટ્ટામાં અર્ધચંદ્ર અને સૂર્યના ચિહ્નો મૂકવામાં આવ્યા હતા. આ ધ્વજ ભિખાઈજી કામા, વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...