તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા પરમો ધર્મ:બોટાદના ગૌરક્ષકે પોતાની 4 કારને 108માં તબદિલ કરી

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરીબ તથા જરૂરિયાતમંદો લોકોને આ કપરાં કાળમાં દવાખાને લઇ જવા માટે સેવામાં 4 કાર આપી

બોટાદના બહુમુખી પ્રતિમાં ધરાવતા સામતભાઈ જેબલીયા કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ, ગૌરક્ષક સમિતિ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્યના ઉપાધ્યક્ષ, સુપ્રીમો સુયંસેના, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી, પ્રભારી સૌરાષ્ટ્ર ઝોન, જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, બોટાદ જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્ર વંદના મંચ, રાષ્ટ્રીય મંત્રી ઈન્ટરનેશનલ જૈન પેગમ ફાઉન્ડેશન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિશ્વ સનાતન ધમ પરીષદ બોટાદ શહેર કન્વીનર ગૌવૈધન સેલ વિગેરે સામાજિક ધાર્મિક સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા છે.

સામાજિક ધાર્મિક પ્રવુતિઓ સાથે જીવદયા ગૌરક્ષાનુ કામ ઉડીને આખે વળગે તેવુ છે સામતભાઈ જેબલીયા પાસે પાંચ ફોર વ્હિલર કાર છે. તેમાંથી ચાર ફોર વ્હીલર કારો કોરોનાની મહામારીમાં 108 અને ઓક્સિજનની તંગીના કારણે ગરીબ જરૂરીયાતમંદ દર્દીઓને દવાખાને લઈ જવા માટે વિના મુલ્યે માનવસેવામા વાપરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં તેઓએ તેમની ચાર કારો માનવસેવામાં પોતાના ખર્ચે એમ્બ્યુલન્સ ની સેવામાં આપી છે.

અન્ય સમાચારો પણ છે...