ધાર્મિક:કુંડળધામમાં સત્સંગ શિબિરમાં આજે કેરળના રાજ્યપાલ પધારશે

બોટાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

બરવાળા તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થ કુંડળ ગામે આવેલા શ્રીસ્વામિનારાયણ મંદિર દ્વારા હાલમાં ચાલી રહેલા 30મી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરમાં 4/11/21 રોજ કેરળ રાજ્યના રાજ્યપાલ આરીફ મહમ્મદખાન કુંડળધામ ખાતે આવી રહ્યા છે. તેઓ કુંડળધામના પ્રણેતા જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને માનવજીવનના ઘડતર માટે થતી સત્સંગ એવં સંસ્કારની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઇ કુંડળધામના દર્શનાર્થે તથા પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીના દર્શન-આશીર્વાદાર્થે તા. 4 નવેમ્બર ગુરુવારના રોજ સાંજે 6 કલાકે કુંડળધામ ખાતે પધારશે. અને પ્રથમ તેઓ શ્રીસ્વામિનારાયણ મંદિમાં શ્રીસ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરશે ત્યારબાદ કુંડલેશ્વર મહાદેવજીના દર્શન કરી ઐતિહાસિક દરબારગઢની મુલાકાત લેશે.

ત્યારબાદ પૂજ્ય ગુરુજીશ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીનાંદર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરશે.તેમજ રાત્રી સભામાં યોજાતા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.અને રાત્રી રોકાણબાદ તા.5 નવેમ્બરના રોજ સવારે 7.30 કલાકે કુંડળધામથી વિદાય લેશે. આ પ્રસંગે કેરળ રાજ્યના રાજ્યપાલ મહામહિમ શ્રીઆરીફ મહમ્મદખાન એવં જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે સામાજીક સંસ્થાઓ તથા સમાજના વિશિષ્ટ લોકોને સન્માનિત કરવામાં અવશે.

અન્ય સમાચારો પણ છે...