મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના:મહિલાઓ માટે સરકારે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરી છે: સૌરભ પટેલ

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાણપુરમા ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’નો ઇ-લોન્ચિંગ કાર્યક્રમ

મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકારે અનેકવિધ મહિલા કલ્યા‍ણકારી યોજનાઓ કાર્યાન્વિનત કર્યા છે, તેમ બોટાદ જિલ્લાલના રાણપુર ખાતે આવેલી મુખ્ય કુમાર શાળા ખાતે ‘‘મુખ્યયમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’’ નો ઇ- લોન્ચીંગ કાર્યક્રમ પ્રસંગે મંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમા યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકળાયેલા સ્વ સહાય જૂથ ની મહિલાઓ ઉપરાંત બીજી મહિલાઓને પણ સશક્તિકરણનો લાભ મળે તે માટે રાજય સરકાર દ્વારા એક અનોખી પહેલ તરીકે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની શરૂઆત થઇ છે.

આ યોજનામાં જોડાતાની સાથે જ એક લાખનું ધિરાણ લોન ઇચ્છુક 10 બહેનોના જૂથને મળશે. આ ધિરાણ ઉપર નિયમિત હપ્તા ભરનાર જૂથને વ્યાાજમાંથી મુક્તિ મળશે. તેમણે પ્રવર્તમાન કોવીડ-19 ના સમયમાં જયારે સમગ્ર રાજય તેના સંક્રમણને અટકાવવા પ્રયત્નશીલ હતું ત્યારે ગુજરાતની ખમીરવંતી મહિલાઓએ કાપડના માસ્ક‍, સેનેટાઇઝર બનાવ્યા છે. અત્યાાર સુધી આ સંગઠીત બહેનો દ્વારા 70 લાખ માસ્ક તથા સેનેટાઇઝરનું ઉત્પાબદન કરી જનતાને પુરા પાડી તેમની આજીવિકામાં વધારો કર્યો છે. મંત્રી સૌરભભાઇ દ્વારા ‘‘મુખ્યામંત્રીએ મહિલા ઉત્કહર્ષ યોજના’’ ના ઇ- લોન્ચીંગ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી લલીતનારાયણસિંઘ સાદું, ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...