• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • The Former Woman President Of The Municipality Filled The Nomination Form As An Independent From Botad 107 Assembly Seat

રાજકીય માહોલ ગરમાયો:બોટાદ-107 વિધાનસભા બેઠક પરથી નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું

બોટાદ25 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન આગામી પહેલી તારીખના રોજ અને પાંચ તારીખના રોજ એમ બે તબક્કામાં થવાનું છે. ત્યારે બોટાદ 107 વિધાનસભા બેઠક પર પહેલી તારીખના મતદાન થવાનું હોય અને ફોર્મ ભરવાની કામગીરી થઈ શરૂ થઈ ગઈ છે. ત્યારે આજરોજ બોટાદ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ અલ્પાબેન દિલીપભાઈ સાબવાએ ભાવનગર રોડ સીતારામ નગર ખાતેથી ભવ્ય રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરી અને બોટાદ પ્રાંત કચેરી ખાતે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે અપક્ષમાંથી ફોર્મ ભર્યું
નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે જે પ્રમાણે અપક્ષમાંથી દાવેદારી નોંધાવી છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે આગામી દિવસોમાં ભાજપ, કોંગ્રેસને અપક્ષ ઉમેદવાર નડી શકે છે. કારણ કે એક મહિના માટે તેઓ નગરપાલિકાના મહિલા પ્રમુખ રહ્યા હતા અને તેઓ દ્વારા અનેક લોકોના જરૂરિયાતના જે કામો હતા તે તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા હતા. જેના કારણે તેઓને ખૂબ સારી લોકચાહના પણ મળી હતી. ત્યારે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભરતા બોટાદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...