તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરજનિષ્ઠા:બોટાદમાં ફાયરમેન દાદીની અંતિમવિધિ પતાવી 24 કલાકમાં નોકરીએ પરત ફર્યો

બોટાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક તરફ દાદાને ડાયાબિટીસના કારણે ગેગરિન થતાં રાજકોટ ખસેડાયા હતા તો બીજી તરફ દાદી પોઝિટિવ આવતા દાખલ કરાયા પણ મોત થયું

બોટાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગમા ફરજ બજાવતા કર્મચારીના દાદીમાનુ અવસાન અને દાદાને પગ કપાવા માટેના હોસ્પિટલની દોડાદોડી હોવા છતા આ કોરોના મહામારીમાં પણ દાદીમાંની અંતીમવિધિ પતાવી કોવિડ-19 હોસ્પિટલમા બંદોબસ્ત હોવાથી ફરજ ઉપર હાજર રહ્યા હતા. બોટાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી ચિરાગભાઈ હરીદાસભાઈ મેસવાણીયા તેમના દાદી કોરોના પોઝીટીવ થયા એક તરફ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસમાં ફરજ બીજી બાજુ દાદી માટે ઓક્સિજન દવાઓ વગેરે જવાબદારી હતી.

એવામાં હજુ કસોટી બાકી હોય તેમ તેમના દાદાને ડાયાબિટીસ અને તેમાં પણ દાદાને થયું ગેંગરીન થયુ હતુ. ઘેર મોટાભાઈને દાદીની જવાબદારી સોંપી પોતાને નાઈટ ડયુટી હોય જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દાદાને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.

દાદાની ઉમર પણ વધારે હોય જેથી ડાયાબિટીસ કંટ્રોલ થયા બાદ ઓપરેશન માટે લાવવા ડોક્ટર દ્વારા જણાવતા દાદાને લઈ પરત આવતા હતા તે દરમિયાન કોરોના પોઝીટીવ દાદીમાના દુઃખદ અવસાન થયુ તેવા સમાચાર મળતા દાદાને જાણ ન થાય તે રીતે દાદીની અંતિમ વિધિ કરવામાં આવી અને દિવસમાં ફરજ બજાવતા સહ કર્મચારીને એક દિવસ પોતાની ડયુટી સોંપી દાદીની વિધિ આટોપી પરિવારને સાંત્વના આપી નોકરીએ પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો