તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પરસ્ત્રી લાવવાની ના પાડતાં પિતાએ પુત્રને માર માર્યો

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતાનું નિધન થતા પિતા પરસ્ત્રીને ઘરે લાવતો હતો જે પુત્રને પસંદ ન હતું

બોટાદ તાલુકાના રોહીશાળા ગામે રહેતા રવીભાઇ લક્ષ્મણભાઇ મકવાણાના માતાનુ અવશાન થતા તેમના પિતા લક્ષ્મણભાઇ ભનાભાઇ મકવાણા અવારનવાર પરસસ્ત્રીને ઘરે લાવતા પુત્રને પસંદનો હોવાથી પુત્રએ પિતાને ના પાડતા પિત્રાએ ઉશ્કેરાઇ જઇને લોખંડના પાઇપ વડે પુત્રને માર મારી ધમકી આપતા બોટાદ પોલીસે પિતા લક્ષ્મણ ભનાભાઇ મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી મહિતી માહિતી મુજબ બોટાદ તાલુકાના રોહીશાળા ગામે રહેતા રવીભાઇ લક્ષ્મણભાઇ મકવાણાના માતાનુ મૃત્યુ હતા તેમના પિતા લક્ષ્મણભાઇ ભનાભાઇ મકવાણા અવારનવાર પરસ્ત્રીને ઘરે લાવતા હતા જે બાબત પુત્રને પસંદ ન નોવાથી પુત્રએ પિતાને પરસ્ત્રીને ઘરે લાવવામા માટે ના પાડતા પિતાએ એકદમ ઉશ્કેરાઇ જઇને લોખંડના પાઇપ વડે પુત્ર રવીભાઇ મકવાણાને માથાના ભાગે મારી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે બોટાદ પોલીસ સ્ટેશનમા રવીભાઇ લક્ષ્મણભાઇ મકવાણાએ તેમના પિતા લક્ષ્મણભાઇ મકવણા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ એકતા પંડ્યા ચલાવી રહ્યા છે. માતાના અવસાન બાદ પિતા અન્ય સ્ત્રીને ઘરે લાવતો હતો જે પુત્રને પસંદ ન હતું.

અન્ય સમાચારો પણ છે...