તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:જમીન ખેડવાની ના પાડતા પિતા અને પુત્રે મહિલાને માર માર્યો

બોટાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા નાવડા ગામે બનેલો બનાવ
  • ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

બરવાળા તાલુકાના નવાનાવડા ગામની સીમમાં આવેલ ખેતીની તકરાર વાળી જમીનમાં ખેડ ખેતી કરવાની મહિલાએ નાં પાડતા આ જમીનમાં ખેડ કરતા પિતા પુત્રએ મહિલાને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા બરવાળા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બરવાળા તાલુકાના નવાનાવડા ગામના ઉષાબેન વા/ઓ વિપુલભાઈ મનજીભાઈ બામરોલિયા અને તેમના નણંદ તા. 8/6/21 નાં રોજ સવારે 9.00 કલાકે નાવડા ગામની સીમમાં આવેલ તેમની વાડીએ ગયા હતા ત્યારે ઉષાબેનની વાડીમાં બાજુના ખેતરવાળા જાદવ મીઠાભાઈ બામરોલીયા અને તેમનો પુત્ર અરવિંદ જાદવ બામરોલીયા બંને ખેડ કતા હતા જેથી ઉષાબેને આ જમીન બાબતે તકરાર ચાલતો હોવાથી અને અમારા બાપ દાદાની જમીન છે

જેથી આ જમીનમાં ખેડ કરવાની નાં પાડતા જાદવ બામરોલીયા અને તેનો પુત્ર અરિવંદ બામરોલીયા બંને ઉશ્કેરાઈ જઈ ઉષાબેનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉષાબેને ઉપરોક્ત બંને પિતા પુત્ર વિરૂદ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ દાયમા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...