બોટાદ જિલ્લામાં પણ કૉંગ્રેસ ખાતુ ખોલાવી શકી નથી. બોટાદ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાની જીત થઈ છે. તો ગઢડા બેઠક પર ભાજપના શંભુપ્રસાદ ટુંડિયાની જીત થઈ છે. ભાજપે અહીં પોતાના બંને સીટીંગ ધારાસભ્યોને બદલાવ્યા હતા. ગઢડા બેઠક પર આત્મારામ પરમારની જગ્યાએ શંભુપ્રસાદ ટુંડિયાને ટિકિટ આપી હીત જે જીતવામાં સફળ રહ્યા છે. જ્યારે બોટાદ બેઠક પર સૌરભ પટેલની જગ્યાએ ઘનશ્યામ વિરાણીને ટિકિટ આપી હતી જેને હારનો સામનો કરવો પડ્યો છે. તો બોટાદ બેઠક પર કૉંગ્રેસે અંતિમ સમયે નામ બદલીને મનહર પટેલને મેદાને ઉતાર્યા હતા. જો કે, તેઓ તો ત્રીજા સ્થાને રહ્યા છે.
જિલ્લાની બે બેઠક પર થયું છે 57.14 ટકા મતદાન
બોટાદ જિલ્લામાં 5 લાખ 55 હજાર 118 મતદારો નોંધાયેલા છે. જેમાંના 3 લાખ 18 હાજર 818 મતદારોએ 1 ડીસેમ્બરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની બંને બેઠકો પર 2017માં સરેરાશ 62.74 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 2022માં અહીં 57.14 ટકા મતદાન નોંધાયું છે. એટલે કે મતદાનમાં સરેરાશ 5.60 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જિલ્લાની બંને બેઠકો પર 2017ની સ્થિતિ
2017 વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાની બે બેઠકોમાંથી એક પર ભાજપની અને એક પર કૉંગ્રેસની જીત થઈ હતી. જો કે, ગઢડા બેઠક પર કૉંગ્રેસના ધારાસભ્ય0 પ્રવીણ મારુએ રાજીનામું આપી દેતા અહીં પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના આત્મારામ પરમારની જીત થઈ હતી. હાલની સ્થિતિએ જિલ્લાની બંને સ્થિતિ ભાજપના કબજામાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.