તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:લીંબોડા ગામે મકાનમાંથી 61.500ની મત્તાની તસ્કરી, પરિવાર વાડીએ કામ પર ગયો હતો

બોટાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

બોટાદ તાલુકાના લીંબોડા ગામે રહેતા ધીરૂભાઇ વિરજીભાઇ ધરજીયા પોતાના પરિવાર સાથે મકાનને તાળામારી સુરેન્દ્રનગર જિલ્લાના ચોરાવીરા ગામે આવેલ ખેતરે કામ માટે ગયા હતા તે દરમીયાન તા. 5/2/21ના રોજ રાત્રે તસ્કરોએ મકાનના તાળા તોડી ઘરમા પ્રવેશી સોના ચાંદીના ઘરેણા અને રોકડ મળી કૂલ રૂ. 61500ના મત્તાની તસ્કરી કરી ફરાર થઇ ગયા હતા.

બોટાદ તાલુકાના લીંબોડા ગામે રહેતા ધીરૂભાઇ વિરજીભાઇ ધરજીયા તેઓની સુરેન્દ્રનગર જિલ્લાના ચોરાવીરા ગામે આવેલી વાડીએ વાડીનુ કામકાજ હોવાથી પરિવાર સાથે તા. 3/02/21ના રોજ લીંબોડા ગામે મકાનને તાળા મારી જતા રહ્યા હતા તે દરમિયાન તા.5/02/21 ના રોજ રાત્રે તસ્કરોએ લીંબોડા ગામે ધીરૂભાઇના ધરજીયાના ઘરના તાળા તોડી ઘરમા પ્રવેશ કરી ઘરમા રહેલી તિજોરીનો લોક તોડી તિજોરીમા રાખેલા સોના ચાંદી અને રોકડ રૂપિયાની તસ્કરી કરી હતી.

જમા સોનાની નાની 7 નંગ વિટી કિ.રૂ. 7,500, રોકડ રૂ. 45000, સોનાની બુટ્ટી 1 જોડી અને સોનાની ડોડી કિ.રૂ. 5000, છડા 2 જોડી અને કંદોરો કિ.રૂ. 4000 કૂલ મળી કિ.રૂ. 61,500ના મત્તાની ચોરી કરી તસ્કરો નાશી છુટ્યા હતા. આ બનાવ અંગે ધીરૂભાઇ વિરજીભાઇ ધરજીયાએ પાળીયાદ પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ. શૈલેન્દ્રસિંહ રાણા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો