ચૂંટણી પરિણામ:ભાજપમાંથી ચૂંટાયેલા તમામ ઉમેદવારોના પરિવારજનો સરપંચની ચૂંટણીમાં હાર્યા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બરવાળા તાલુકાની ગ્રામપંચાયતોનાં પરિણામોને લઇ ભાજપની મુશ્કેલી વધી
  • તાલુકામાં​​​​​​​ ​​​​​​​સરપંચની ચૂંટણીમાં ભાજપને ભયમાં મુકનારાં પરિણામ આવ્યાં

બોટાદ બરવાળા તાલુકાની ગ્રામપંચાયતની ચૂંટણીઓમા પરિણામોને લઈને ભાજપની ઉંઘ હરામ કરી દીધી છે. ગ્રામપંચાયતની ચુંટણીમાં ભાજપ સંગઠન પ્રમુખ અને તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સભ્યોનાં તમામ પરિવારજનોની કારમી હાર થતા જીલ્લા ભાજપમાં આ હારને લઈને ચિંતા વધી છે.

બરવાળા તાલુકા ભાજપના પ્રમુખ સુરેશભાઈ ગઢીયાના સગાભાઈએ રોજીદ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેના સગાભાઈ ગોરધનભાઈ તળશીભાઈ ગઢીયાનો 386 મતે પરાજય થયો હતો. અને તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ ધર્મન્દ્રભાઈ ડુંગરાળીનાં પુત્ર જીગરભાઈનો ભવ્ય વિજય થયો હતો.

જયારે ભાજપ શાસિત બરવાળા તાલુકા પંચાયતનાં પ્રમુખ વંદનાબેન ત્રિવેદીનાં પતિ કમલેશભાઈ ત્રિવેદીનો રામપરા ગ્રામપંચાયતની સરપંચની ચૂંટણીમાં કારમો પરાજય થયો હતો. બરવાળા તાલુકા પંચાયતનાં કારોબારી સમિતિના ચેરમેન હાલુભાઈ ભગવાનભાઈ પરમારના પત્ની રીટાબેન હાલુભાઈ પરમારનો જુના નાવડા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં કારમો પરાજય થયો છે.

જ્યારે બરવાળા તાલુકા પંચાયતનાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શીતલબેન લાલજીભાઈ ગળીયેલએ પોતે ભીમનાથ (મહાદેવ) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ હાર સહન કરવી પડી છે. આમ 2022માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. અને બરવાળા તાલુકામાં ભાજપને આ સરપંચની ચુંટણીમાં ભયમાં મુકનારા પરિણામ આવતા આવનાર ભાજપની ઉંઘ ઉડી ગઈ છે.

આમ બરવાળા તાલુકાના સંગઠન અને તાલુકા પંચાયતમાં મહત્વનાં હોદ્દાઓ લઈ બેઠેલા હોદ્દેદારોએ ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધો છે. બરવાળા તાલુકા પંચાયતની બેલા બેઠક પરથી ચુટાયેલા તાલુકા પંચાયતનાં બુધાભાઈ કલ્યાણભાઈ શિહોરાના પત્નીનો રામુબેન બુધાભાઈ શિહોરાનો પણ કારમો પરાજય થયો છે.

અન્ય સમાચારો પણ છે...