ગુજરાતની અલગ સ્થાપનાથી અત્યાર સુધીનાં 60 વર્ષમાં ગામ સેવકોની ભરતી માટે BRS અને કૃષિ ડીપ્લોમાં એમ બે માંથી એક લાયકાત ધરાવતા ઉમેદવારો જ લાયક ગણાતા હતા. પરંતુ પંચાયત વિભાગના ડેપ્યુટી સેક્રેટરી હિતેશ ગોહિલની સહીથી મંગળવારે પ્રસિદ્ધ થયેલ નોટિફિકેશનમાં ગુજરાત પંચાયત એક્ટ 1993 હેઠળ વર્ગ-3ની જગ્યાઓ માટે નિયમોમાં ફેરફાર કરવાનું જાહેર કર્યું છે. જે અંતર્ગત રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ પછી રૂરલ સ્ટડીઝ ઇન રૂરલ ફાર્મ મેનેજમેન્ટ અથવા બી.એસસી એગ્રીકલ્ચર અથવા બી.એસસી હોર્ટીકલ્ચર એવી શૈક્ષણિક લાયકાતો નક્કી કર્યાનું જાહેર થયું છે.
આ નિર્ણયથી 15 થી 17 વર્ષમાં ગ્રામ વિદ્યાપીઠોમાંથી BRSની ડીગ્રી મેળવનાર ઉમેદવારો ભડક્યા છે. આ ઉમેદવારોનું કહેવું છે કે BRSએ ગ્રામ વિદ્યાપીઠોમાં અને કૃષિ ડીપ્લોમાં કૃષિ યુનિવર્સીટીઓમાં ભણાવાય છે. સ્વતંત્રતા બાદ આ બે કોર્સ ગ્રામ સ્વરાજ્યને વધુ મજબુત કરવા રચાયા હતા. વર્ષો પછી ગ્રામ સેવકની ભરતી આવી છે. ત્યારે સરકાર અચાનક જ શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરીને ગ્રામ વિદ્યાપીઠમાંથી પદવી મેળવનારાઓ માટે સરકારી નોકરીનું છેલ્લું બારણું પણ બંધ કરી રહી છે.
ગાંધી મૂલ્યો અને વિચાર આધારિત વિદ્યાપીઠોમાં આદિવાસી, પછાત ક્ષેત્રોનાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. સરકાર એક માત્ર ગ્રામ સેવકની નોકરીની તક માટે 6-7 વર્ષથી અસ્તિત્વ ધરાવતી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનાં ડીગ્રીધારકોને ઉત્તેજન મળતા વિદ્યાપીઠોમાં ભણેલા બોટાદ જીલ્લાના સ્નાતકોએ બોટાદ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે અમારી રજુઆતનો યોગ્ય નિર્ણય નહિ આવતે તો આગામી દિવસોમાં સરકાર સામે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.