તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળ સારવાર:માત્ર 8 માસની બાળકીનું 11 મીમીની પથરીનું ડોક્ટરે સફળ ઓપરેશન કર્યું

બોટાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદની ફોર્ચ્યુન હોસ્પિટલમાં બાળકીનું ઓપરેશન ‘મા યોજના’ અંતર્ગત કરવામાં આવ્યું : દૂરબીન વડે ઓપરેશન કરાયું

બોટાદમાં રહેતા સુરેશભાઈ બથવાર અને ભારતીબેન બથવારની માત્ર 8 મહિનાની પુત્રી ડીમ્પલનું 11 મી.મી.ની પથરીનું ઓપરેશન બોટાદમાં પાળિયાદ રોડ પર આવેલી ફોર્ચ્યુન યુરોલોજી અને મનોચિકિત્સક હોસ્પીટલના ડો. જયસુખ કળથીયાએ બાળકીને પીડામાં મુક્ત કરતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સુરેશભાઈ બથવારની માત્ર 8 મહિનાની પુત્રી ડિમ્પલને જન્મથી ડાભી કીડનીમાંથી પેસાબની બે નળી હતી. જે નોરમલ માણસને એક જ હોય છે. ડિમ્પલને કીડનીમાં રહેલી બે નળીમાંથી એક નળીનું ઓપરેશન અમદાવાદ ખાતે ત્રણ મહિના પહેલા કરાવવામાં આવ્યું હતું. અને અત્યારે 15 દિવસ પહેલા બીજી નળીમાં 11 મી.મી.ની પથરીનું નિદાન થયું હતું.

તેઓ પરત બોટાદ આવી પાળિયાદ રોડ ઉપર આવેલ ફોર્ચ્યુન યુરોલોજી અને મનોચિકિત્સક હોસ્પીટલના ડો. જયસુખ કળથીયાને મુલાકાત લીધી અને તેમને કિડનીમાં રસી હોવાને કારણે 15 દિવસ પહેલા સ્ટેંડ મૂકી આપ્યું અને રસી સુકાવા માટે અમરજીયો ચાઈલ્ડ હોસ્પિટલના ડો. અતુલ હરણીયા અને ડો. મૌલિકની દવાનો ડોઝ એડજસ્ટ કરી આપ્યો હતો અને રસી સુકાયાબાદ ડીમ્પલનું દૂરબીન દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ફોર્ચ્યુન હોસ્પીટલના ડો. જયસુખ કળથીયાએ જણાવ્યું હતું કે ડીમ્પલ ખુબજ નાની બાળકી હોવાને કારણે એમના પાસે મા કાર્ડ પણ ન હતું.

અમે બાળકીના પિતાને એમને કાર્ડ બનાવવાની સલાહ આપતા તેઓ દ્વારા મા કાર્ડ બનાવીને આવ્યા એટલે અમારી હોસ્પીટલની ટીમ દ્વારા ડીમ્પલનું દૂરબીન દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યુ હતું. નાના બાળકને બે ભાન કરવા પણ ચેલેન્જીંગ હોય છે ત્યારે બોટાદમાં આવેલી અક્ષર હોસ્પિટલનાં ડો. જાતિન જીવાણીએ બાળકીને બેભાન કરી અમારી મદદ કરી હતી. અમે તા. 6/7/21 ને મંગળવારના રોજ ડીમ્પલનું ઓપરેશન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...