તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Botad
 • The Disabled Will Be Able To Apply Under The Marriage Assistance Scheme For A Period Of 2 Years From The Date Of Marriage

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ લગ્નની તારીખથી 2 વર્ષની સમયમર્યાદા સુધી અરજી કરી શકશે

બોટાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલમાં છે. જેમા દિવ્યાંગ વ્યકિતના લગ્ન થયેથી સમાજ સુરક્ષા કચેરી ખાતે આધાર પુરવા સાથે અરજી કરવાની રહે છે. દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યકિતના સાથેના લગ્ન થયેલ હોય તો તે કિસ્સામાં દંપતીના 50-50 હજાર મળી એમ કુલ રકમ 1 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર છે. સરકારના દિવ્યાંગ લગ્ન સહાયના ઠરાવમાં નવા સુધારા મુજબ દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં સહાય મેળવવા માટે લગ્ન તારીખ થી બે વર્ષની સમય મર્યાદામાં જે જિલ્લામાં કાયમી રહેઠાણ ધરાવતા હોય તે જિલ્લામાં અરજી કરવાની રહે છે. બોટાદ જિલ્લાના તમામ લાભાર્થીઓ લગ્ન સહાયનો લાભ મેળવવા બે વર્ષના સમય મર્યાદામાં વેબ સાઇટ (ઇ-સમાજ કલ્યાણ) https://esamajkalyan.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી કરવા અને એ/જી08, 09, એ વિંગ, ગ્રાઉન્ડ ફલોર, જિલ્લા સેવા સદન ખસ રોડ બોટાદ 364710 ફોન નં. 02849 -271323 પર સંપર્ક કરવા બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો