ક્રાઇમ:ઢસા આંગડિયા પેઢીના 28 લાખના લૂંટનો ભેદ ઉકેલાયો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઢસાની આંગડિયા પેઢીના કર્મીને લૂંટનારા 9 આરોપીઓને પોલીસે ઝડપ્યા. - Divya Bhaskar
ઢસાની આંગડિયા પેઢીના કર્મીને લૂંટનારા 9 આરોપીઓને પોલીસે ઝડપ્યા.
  • બાઈક પર જતા આંગડિયા પેઢીના કર્મચારીને કારમાં આવેલા શખ્સોએ ટક્કર મારી લૂંટ કરી હતી, પોલીસે લૂંટના ગુનામાં સંડોવાયેલા 9ને ઝડપ્યા
  • આરોપી પાસેથી હીરાના 31 નંગ પેકેટ, રોકડ રૂ. .9,38,000, મોબાઈલ અને ગુનામાં વપરાયેલી ગાડી કબ્જે કરાઈ

ગઢડા તાલુકાના ઢસામાં આવેલ આર.મહેન્દ્રકુમાર આંગડીયા પેઢીના પાર્સલ લઇને જતા કર્મચારી હર્ષદજી ઉમેશજી રાજપુત તા.16/4/22ના રોજ ઢસા ખાતેથી ગારીયાધર બાઈક લઇને જતા હતા તે દામિયાન 3થી 4 અજાણ્યા ઈસમોએ આ કમરચારીને લૂંટ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા 9 આરોપીને બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઢસામાં આવેલ આર.મહેન્દ્રકુમાર આંગડીયા પેઢીના પાર્સલ લઇને જતા કર્મચારી હર્ષદજી ઉમેશજી રાજપુત તા.16/4/22ના રોજ ઢસા ખાતેથી ગારિયાધર બાઇક લઇને પાર્સલ ડિલિવરી માટે જતા તે દરમ્યાન હુંડાઇ કંપનીની એસેન્ટ ફોર વ્હીલ કારમાં આશરે 3-4 ઇસમોએ બાઇકને ટક્કર મારી તેઓને નીચે પાડી ગાડીમાં આવેલ માણસોએ આંગડિયા પેઢીના રફ હીરાના પાર્સલ 45 કિ.રૂ. 11,07,000, રોકડા રૂપીયા 16,79,385, સોનાનુ પાર્સલ-1 કિ.રૂ. 24,790/- મળી કુલ કિ.રૂ. 28,11,175/-ના મુદામાલની લુંટ લૂંટ કરી આરોપી નાશી છૂટ્યા હતા. આ બનાવ અંગે ઢસા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે ગુનાના આરોપીને શોધી કાઢવા માટે અશોકકુમાર, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર દ્વારા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાને સૂચના કરાઈ હતી. જેને લઇ બોટાદ જીલ્લા પોલીસ વડાએ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ બોટાદના વિભાગીય પોલીસ અધિકારી એસ.કે.ત્રિવેદી, બોટાદ એલ.સી.બી, એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.દેવધાને તથા ઢસા, ગઢડા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જે ટીમો આ ગુનો શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

આ દરમ્યાન લુંટમાં ભોગ બનનારની બોટાદ એલ.સી.બી. ટીમ દ્વારા પૂછપરછ અને ગાડીના વર્ણન, ગાડી કઇ દિશામાં ગઈ હતી તે દિશામાં તપાસ કરતા આ ગાડી જે રસ્તેથી પસાર થઈ હતી તે રસ્તે આવેલ તમામ સીસીટીવી ફુ્ટેજ ચેક કરતા લૂંટના ગુનામાં ઉપયોગ થયેલી કારનો રૂટ નક્કી થયેલ અને દરમ્યાન ગઢાળી ગામ પહેલા રોડ ઉપરથી લૂંટમાં ગયેલા હીરાના 2 પાર્સલ મળી આવ્યા હતા.

આ ગાડી બોટાદમાંથી પસાર થઈ હોવાનો અંદાજ આવતા ગાડીના રજી. નંબર જી.જે. 01 KB 3011 શોધી કાઢવામાં આવી હતી અને આ રજી. નંબરની માહિતી આધારે ગાડીના મુળ માલિકની તપાસ દરમ્યાન આ ગાડીનો છેલ્લે કબ્જો સરફરાજમીયા ફતુમીયા પઠાણ (રહે.કડી વાળા) પાસે હોવાની માહિતી મળતા તેના મોબાઇલ નંબર મેળવ્યો હતો અને આ લૂંટના ગુનામાં જે સંડોવાયેલા હતા તે તમામને મહેસાણા એસ.ઓ.જી. ટીમના સહકારથી ઝડપી આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા હીરાના પાર્સલ નંગ-31 અને રોકડા રૂ. 9,38,000/- કબ્જે કરી આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આરોપી પાસેથી કબ્જે કરેલ મુદામાલની વિગત
ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે હીરાના પાસર્લ નંગ-31, રોકડા રૂ. 9,38,000, મોબાઇલ ફોન-5 કિ.રૂ. 12,000 અને ગુનામાં ઉપયોગ કરાયેલી ગાડી-1 કિ.રૂ. 1,00,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

લૂંટના ગુનામાં ઝડપાયેલા આરોપી
પોલીસે જુદી જુદી ટીમો બનાવી લૂંટમાં સંડોવાયેલા કુલ 9 આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમાં મહોબત ભીખા રાઠોડ, (રહે. ગઢડા), સલીમ જીવા સીપાઇ (રહે.કડી), અરવિંદજી ઉર્ફે ગડો દેવુજી ઠાકોર (રહે. કડી ), આમીનઅલી ઉર્ફે હારૂન ઇબ્રાહિમ સૈયદ (રહે. મહેસાણા), ભરતજી કાનાજી ઠાકોર (રહે. મહેસાણા ), સોહીલ મુસ્તાક શેખ (રહે. કડી), શાહરૂખભાઇ ઉર્ફે લાલો મહમદમીયા મલેક (રહે. કડી), ઝાકીરહુસૈન ઉર્ફે સુલતાન ખલીફા (રહે. કડી), સફરાજમીયા ફતુમીયા પઠાણ (રહે. કડી)ને પોલીસે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ અગાઉ પણ જુદાજુદા ગુનામાં સંડોવાયેલા છે.

આ લૂંટ કરવા કરવા માટે ટીપ અપાઇ હતી
આ આંગડીયા પેઢીની લુંટના બનાવને અંજામ આપવા માટે ઢસા ગામે શંકરપરા વિસ્તારમાં સામાંકાઠે રહેતા મહોબતભાઇ ભીખાભાઇ રાઠોડ કે જે આંગડીયા પેઢીના માણસો આંગડીયાનો હીરા, રોકડ, સોના વગેરે પાર્સલો લઇને ક્યારે આવે છે તેમજ જાય તેનાથી માહિતગાર હતા જેથી તેમણે આ લુટ માટે તેમના જાણીતા અને સંપર્ક વાળા ટ્રક ડ્રાઇવર કડી તાલુકાના કંજરી ગામના સલીમભાઇ જીવાભાઇ સીપાઇનો સંપર્ક કરી અને મોહબતભાઇએ આ સલીમભાઇ આજથી દોઢેક મહિના પહેલા ઢસા ખાતે રૂબરૂ મળતા તેમને લુંટ કરવા માટે વાતચીત કરી હતી અને લૂંટની ટીપ આપી હતી.

આંગડિયા પેઢીના કર્મીની રેકી કરવામાં આવી
ઢસાના મોહબતભાઇ ભીખાભાઇ રાઠોડે કંજરી ગામના સલીમભાઇ જીવાભાઇ તથા અરવિંદજી દેવુજી ઠાકોરે આ બનાવ બન્યા તેના અઠવાડીયા પહેલા ઢસા ખાતે મળ્યા હતા અને આર.મહેન્દ્ર આંગડિયા પેઢીના પાર્સલ લઇને જનાર કર્મચારી ક્યાં રસ્તે જાય છે તે અંગે રેકી કરી હતીજેના આધારે ગુનાને અંજામ આપવા માટે સલીમો ગાડીવાળા સરફરાજમીયા ફતુમીયાનો સંપર્ક કરી અને આ સરફરાજમીયાએ શાહરૂખ મહમદમીયા મલેક, સોહીલ મુસ્તાક શેખ, ભરતજી કાનાજી ઠાકોર આમીનઅલી ઇબ્રાહિમભાઇ સૈયદ, સલીમભાઇ, અરવિંદજી દેવુજી ઠાકોર, ઝાકીરભાઇ સુલતાનભાઇ ખલીફાએ મોહબતભાઇ ભીખાભાઇ રાઠોડના કહેવા મુજબ આ લુંટનું કાવતરૂ ધડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...