કાર્યવાહી:દેરડી ગામના માથાભારે યુવકને બોટાદમાંથી તડીપાર કરાયો

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારામારી જેવા જુદા જુદા ગુનામાં સંડોવાયેલો હતો

રાણપુર પોલીસે મારમારી જેવા જુદા જુદા ગંભીર ગુન્હામાં સંડોવાયેલા રાણપુર તાલુકાના દેરડી ગામના રાજુ જેસાભાઈ સાટીયા ઉ.વ. 34 બોટાદ જિલ્લામાંથી તડીપાર સાયલા તાલુકાના લોયા ગામ ખાતે મૂકી દેવામાં આવ્યો હતો.

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાએ ગુનાહિત પ્રવુત્તિ સાથે સંકળાયેલા માથાભારે ઇસમો વિરૂધ્ધ તડીપાર દરખાસ્તો તૈયાર કરી મોકલી આપવાની સુચના આપી હતી. જેને લઇ વિભાગીય પોલીસ અધિકારી એસ.કે.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાય રહે તે માટે મારામારી ના ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે ઇસમ રાજુ જેસા સાટીયા (ભરવાડ) ઉ.વ.34 રહે.દેરડી તા.રાણપુર વાળાની વિરૂધ્ધ તડીપાર દરખાસ્ત તૈયાર કરી સબ.ડીવીઝનલ મેજીસ્ટ્રેટ બરવાળા પ્રાંતને મોકલી આપતા પૂજા આર.સાહની સબ.ડીવીઝનલ મેજીસ્ટ્રેટ બરવાળા પ્રાંત, બરવાળાએ તા.13/5/22 ના રોજ ઉપરોક્ત માથાભારે ઇસમને બોટાદ જીલ્લાની સમગ્ર હદમાંથી છ માસ માટે હદપારી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ડી.રાણા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી અને અન્ય પોલીસ સ્ટાફના માણસોએ તા.15/5/22 ના રોજ રાજુ જેસા સાટીયા (ભરવાડ) રહે.દેરડી વાળાને હુકમની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરી સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના લોયા ગામ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો અને જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જાળવવા માટે સાથ અને સહકાર આપવો અને કાયદો હાથમાં લેનાર તથા ગુનાઓ કરનાર ઇસમો વિરૂધ્ધ સખતાઇથી પગલા લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...