તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:રાણપુર સ્ટ્રીટ લાઇટનુ કનેક્શન GEBએ કાપતાં શહેરમા અંધારપટ

બોટાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ પંચાયતે GEBના બાકી રૂ.19, 38000 ન ભરતાં તંત્ર આકરાં પાણીએ
 • શહેરના લોકો પાસે વેરા પેટે એક કરોડથી વધુ રકમ બાકી : સરપંચ મનહરભાઇ

બોટાદ જિલ્લાનુ રાણપુર શહેર અંદાજે 30 હજારની વસ્તી ધરાવતુ શહેર છે. આ શહેરનો વહીવટ ગ્રામપંચાયત દ્વારા કરવામા આવે છે. આ શહેરની ગ્રામપંચાયત દ્વારા શહેરમા સ્ટ્રીટલાઇટ માટે જુદા જુદા જી.ઇ.બી.ના ચાર કનેક્શન દ્વારા શહેરને રાત્રી દરમીયાન સ્ટ્રીટ લાઇટ શરૂ કરવામા આવે છે.

પરંતુ જે.ઇ.બી.નુ રૂપિયા 19 લાખ 38 હજાર બાકિ હોવાથી તંત્ર દ્વારા આ ચારેય કનેક્શન કાપી નાખવામા આવતા રાણપુર શહેરની તમામ સ્ટ્રીટ લાઇટો છેલ્લા બે ત્રણ દિવસ થી બંધ હોવાથી શહેર આખામા અંધારપટ છવાય ગયો છે જેના લીધે રાત્રી દરમીયાન શહેરીજનોને મુશ્કેલી વેઠવી પડે છે. અને આના લીધે આવારા તત્વોને મોકળુ મેદાન મળે છે. માટે વહેલી તકે ગ્રામપંચાયત દ્વારા જી.ઇ.બી.ના નાણા ભરી શહેરની સ્ટ્રીટલાઇટ શરૂ કરવામા આવે તેવુ શહેરીજનોએ જણાવ્યુ હતુ.

વર્ષ 2006થી ગ્રામ પંચાયતનુ બિલ અ નિયમિત ભરાય છે
તંત્ર દ્વારા જણાવ્યુ હતુ કે ગ્રામપંચાયતનુ વર્ષ 2006 સુધી નિયમીત લાઇટ બીલ ભરાતુ હતુ પરંતુ વર્ષ 2006 પછી આ બીલ અનિયમિત થઇ ગયુ છે અને હાલમા ગ્રામપંચાયતનુ કુલ રૂપિયા 19 લાખ 38 હજાર બીલ બાકિ છે જેના લીધે આ કનેક્શન કાપી નાખવામા આવ્યુ છે.
ગ્રામપંચાયતનુ વર્ષ અંદાજીત દોઢ લાખથી વધુ બિલ હોય છે
રાણપુર ગ્રામપંચાયતનુ વર્ષ દરમીયાન રૂપિયા 1 લાખ 66 હજાર અંદાજીત બીલ હોય છે તેમાથી માંડ 50 હજાર જેટલી રકમ ભરવામા આવે છે તેના લીધે 15 વર્ષમા આટલી મોટી રકમ જી.ઇ.બી.ને ભરવાની બાકિ રહી છે.

શહેરની પાણીની સગવડતાને લઇ અમે હજી એક પણ કનેક્શન કાપ્યું નથી
રાણપુર ગ્રામપંચાયતનુ રૂ. 19.38 હજારનુ બીલ બાકી છે જે અંગે અમોએ ત્રણ વાર નોટિસ આપી હતી તેમ છતા આ બીલ ન ભરાતા આ કનેક્શન કાપવામા આવ્યા છે. આ 4 કનેક્શન ઉપરાંત નદી કાંઠે આવેલ ગામને પીવાનુ પાણી પુરૂ પાડતી મોટરનુ કુવા ઉપર એક કનેક્શન છે જેનુ બીલ 2.50 લાખ રૂપિયા બાકી છે.

આ બીલ બરવાળા પાણી પુરવઠા કચેરી દ્વારા ભરવાનુ હોય છે પરંતુ તે પણ બાકી હોવાથી આ કનેક્શન પાણ કાપી નાખવાનુ હતુ માટે આ કનેક્શન કાપીએ તો શહેરમા પીવાના પાણીની સમસ્યા ઉભી થાય અને શહેરમા હાહાકાર મચી જાય તે માટે સરપંચની વિનંતીથી આ કનેક્શન કાપ્યુ નથી. આજે રૂપિયા 2 લાખનો ચેક ગ્રામપંચાયત દ્વારા આપવામા આવ્યો છે માટે પોલીસ સ્ટેશન પાસેનુ એક કનેક્શન ચાલુ કરવામા આવશે. - એચ.કે.ગડારા, ડી.ઇ. જી.ઇ.બી. કચેરી રાણપુર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો