રજૂઆત:કંપનીઓએ ધોલેરાનો વિકાસ કરવા સંમતિ દર્શાવી, કર્યો નહીં

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુવિધા અને વિકાસકામો કરવા ગાંધીનગર રજૂઆત
  • સરપંચ-ઉપ સરપંચે સિટી ડેવલપમેન્ટને પત્ર લખ્યો

ધોલેરા ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપ સરપંચે ધોલેરા ગામમાં મૂળભૂત માળખાગત સુવિધાઓ અને ગામવિકાસનાં કામો કરવા ધોલેરા તાલુકામાં કાર્યરત કંપનીઓની કોર્પોરિટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંતર્ગત કરવા ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડૅવલપમેન્ટ કંપનીને પત્ર લખ્યો છે.

ધોલેરાના સરપંચ અને નવનિયુક્ત ઉપસરપંચ ઘનશ્યામસિંહ ચુડાસમાએ કરેલી લેખિત રજૂઆત પ્રમાણે ધોલેરા ગામમાં રસ્તા, ગટર અને સ્વચ્છતા અભિયાન અને ઐતિહાસિક સ્થળોના જિર્ણોદ્ધાર અને સૌદર્યીકરણ જેવાં કાર્યો કરાવવા અગાઉ વર્ષ 2020માં ચર્ચા કરાઈ હતી. આ ચર્ચામાં જુદી જુદી કંપનીઓની સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત ઉપરોક્ત તમામ કાર્યો કરી આપવા માટે વિવિધ કંપનીઓએ સંમતી આપી હતી પરંતુ કોઈ કારણોસર ગ્રામ વિકાસનાં વિવિધ કાર્ય આજ સુધી શરૂ કરાયાં નથી.

આ કારણે ધોલેરાના ગ્રામજનોને સ્વચ્છતા, વરસાદી પાણીનો ભરાવો, બિસમાર રસ્તા જેવી અગવડોના કારણે હાલાકી વેઠવી પડે છે. આથી આ બાબત જે-તે સમયે નક્કી થયા મુજબ આ વિકાસકાર્યો બાબતે કંપનીઓ સાથે વાતચીત અને ચર્ચા કરવા રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...