કાર્યવાહી:ઘરેથી કહ્યા વિના ઘરેથી નીકળી ગયેલા બાળકને પરિવારને સોંપ્યો

બોટાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળક વર્ષથી ઘરેથી કહ્યા વિના નીકળી અમદાવાદ જતો રહ્યો હતો, બોટાદ એલસીબીએ શોધી તેના માતા-પિતાને સોંપ્યો

દોઢ વર્ષથી ઘરે કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી અમદાવાદ ખાતે રહેતા સગીર વયના બાળકને બોટાદ એલ.સી.બી. ટીમ બાળકને તેના માતા પિતા સાથે મિલન કરાવી ગુન્હો આજદીન સુંધી અનડીટેક્ટ હતો તેને ડીટેકટ કર્યો હતો. બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા અનડીટેક્ટ ગુન્હા ડીટેક્ટ કરવા માટે સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અંતર્ગત બોટાદ પોલીસમાં સગીર વયના બાળકને કોઇ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઇ ગયો હોવાની ફરીયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી જે ગુન્હો આજદીન સુંધી અનડીટેક્ટ હતો.

પરંતુ બોટાદ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર એ.બી.દેવધા, એલ.સી.બી. હેડ.કોન્સ. બળભદ્રસિંહ ચતુરસિંહ ગોહીલ, નાસતા ફરતા સ્કોડના હે.કો. રામદેવસિંહ મોરી, ટેક્નીકલ સેલના પો.કોન્સ. પરાક્રમસિંહ અનોપસિંહ ઝાલા, પુરવભાઇ સોનાગરાએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ અલગ અલગ દિશામાં તપાસ ધરી હતી અને ટેક્નીકલ સર્વેલન્સની મદદ લઈ ભોગ બનનાર સગીર વયનો બાળક અમદાવાદ ખાતે હોવાની એલ.સી.બી.ના હેડ.કોન્સ. બળભદ્રસિંહ ચતુરસિંહને બાતમી મળી હતી જે બાતમીના આધારે અમદાવાદ ખાતે તપાસ કરતા સગીર વયનો બાળક મળી આવ્યો હતો જેને એલ.સી.બી. કચેરી ખાતે લાવી પુછપરછ કરતા છેલ્લા દોઢ વર્ષથી પોતે એકલો કોઇને કહ્યા વગર અમદાવાદ ખાતે જતો રહેલ હતો તેમ જણાવ્યું હતું.

એલ.સી.બી. પોલીસે બાળકના માતા પિતાને બોલાવી બાળકનો કબ્જો સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ગુમ બાળકોને શોધવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના પગલે બાળકને શોધી તેના પરિવારને સોંપાયું હતું. અન્ય બાળકોને પણ શોધી તેના પરિવારને સોંપાશે. ક્યારેક બાળક મળે તો તેની જાણ કરાતી નથી.

અન્ય સમાચારો પણ છે...